For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ

મોનસુનના આગમન વચ્ચે વાદળોના ગડગડાટથી સમુદ્ર તટીય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઠંડા પવન સાથે સાથે જ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં જોરદાર વરસાદ થયો.

|
Google Oneindia Gujarati News

મોનસુનના આગમન વચ્ચે વાદળોના ગડગડાટથી સમુદ્ર તટીય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઠંડા પવન સાથે સાથે જ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં જોરદાર વરસાદ થયો. રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ તેમજ જામનગર વગેરે જિલ્લા તરબતર થઈ ગયા. ભાવનગરમાં ઘણા સ્થળો પર સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો. વળી, રાજકોટ જિલ્લાના ગોંડલમાં સવા 2 ઈંચ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. અમેરેલી જિલ્લાા સાવરકુંડલામાં 2 ઈંચ, બગસરા, સુરેન્દ્રનગર, જિલ્લાના લિંબડી, સાયલામાં એક ઈંચ, પડઘરીમાં પોણો ઈંચ, ઉના તેમજ વેરાવળમાં અડધો ઈંચ વરસાદ થયો.

rain

માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, સુરેન્દ્રનગરના ધાંગધ્રા, વઢવાણ, જૂનાગઢના કોડીનાર, ગિર ગઢડા, જામનગર જિલ્લાના કાલાવડમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાા વલ્લભીપુર, ગારિયાધાર, ઘોઘા તેમજ જેસર તેમજ અમરેલીમાં પણ હળવો વરસાદ જોવા મળ્યો. ભાવનગર શહેરની વાત કરીએ તો અહીં જોરદાર વરસાદના કારણે ઠેર ઠેર ઘણા ઈંચ પાણી ભરાઈ ગયુ. લોકોએ જણાવ્યુ કે સોમવારે બપોરે અચાનક વિજળી કડકી અને પછી વરસાદ થઈ. મૂસળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયુ છે. અચાનક આવેલા વરસાદથી વાહન ચાલકો તેમજ સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

અન્ય શહેર ઘોઘા રોડ, ગાયત્રીનગર વિસ્તારના શિવરંજની સોસાયટીમાં વિજળી પડવાનુ અનુમાન છે. વળી, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં બપોરે વરસાદ આવ્યો. જેના કારણે શહેરના બધા વિસ્તારોમાં પાણી-પાણીની સ્થિતિ થઈ ગઈ. વાદળો છવાઈ જવાના કારણે વાહન ચાલકોને દિવસે પણ ચાલુ રાખવી પડી. અહીં સતત ચોથા દિવસે વરસાદ થયો. આ તરફ રાજકોટ-જામનગર હાઈવે પર પડઘરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વિજળી બાદ વરસાદ થયો. પોરબંદરના બામશાણામાં સારો વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ વરસાદના સમાચાર છે. બપોર બાદ ઘનઘોર ઘટા છવાયા બાદ મેઘ વરસ્યા.

બાળકોના સ્કૂલના સમય અને સિલેબસમાં થશે ઘટાડોઃ HRD મંત્રીબાળકોના સ્કૂલના સમય અને સિલેબસમાં થશે ઘટાડોઃ HRD મંત્રી

English summary
Heavy rainfall in the districts of saurashtra, bhavnagar record 3.6 inch rains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X