For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્ર માં ઠેર ઠેર ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજકોટમાં કાલથી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે.

|
Google Oneindia Gujarati News

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજકોટમાં કાલથી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ પાણીની સમસ્યાનો અંત આવશે. અનેક સ્થળોએ 12 થી 15 ઇંચ વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા

અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા

જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 3 થી 4 ઈચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે 4 એમ.જી રોડ, તળાવ દરવાજા, બસ સ્ટેન્ડ સહિતનાઅનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

ભારે વરસાદની ચેતવણી જાહેર કરી

ભારે વરસાદની ચેતવણી જાહેર કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 8 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કારણ કે, દક્ષિણ પશ્ચિમચોમાસું ગુજરાતમાં સક્રિય થયું છે.

વલસાડમાં ભારે વરસાદની સંભાવના

વલસાડમાં ભારે વરસાદની સંભાવના

IMDની મંગળવારની આગાહીમાં જણાવાયું છે કે, ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં, જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.

100 થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો

100 થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો

રવિવારના રોજ દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય જિલ્લાના 100 થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો. રવિવારની રાત્રે 8 વાગ્યા સુધીમાંસુરતના માંગરોળમાં સૌથી વધુ 38 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ તાપીમાં સોનગઢમાં 35 મીમી, વડોદરાના કરજણ અનેઅમરેલીના ખાંભામાં 34-34 મીમી, નવસારી તાલુકામાં નવસારી અને સુરતના માંડવીમાં 32-32 મીમી, નેત્રંગમાં 32 મીમી અને ભરૂચમાં30 મીમી વરસાદ નોંધાયો હતો.

બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

આ સપ્તાહ દરમિયાન, વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે, હવામાન વિભાગે ચેતવણી આપી છે. જેમાં ખેડા, અમદાવાદ,પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીનો સમાવેશ થાય છે. 6 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદની ચેતવણી

ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગ દ્વારા પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વધુ જિલ્લાઓમાં 7 અને 8જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગરમીમાંથી રાહત મળી

ગરમીમાંથી રાહત મળી

વ્યાપક વરસાદથી તાપમાનનો પારો નીચે લાવવામાં મદદ મળી છે. રવિવારના રોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લભવિદ્યાનગર ખાતે 39 ડિગ્રી અને કંડલા પોર્ટ ખાતે 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કંડલા એરપોર્ટ પર 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં 36.8, ભુજ અને નલિયામાં 36, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 34.5, ભાવનગરમાં 34.2 અને સુરેન્દ્રનગરમાં 34 ડિગ્રીતાપમાન નોંધાયું હતું.

English summary
Heavy rains in Saurashtra, know the weather department's forecast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X