For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોઃ મુંબઇ-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અનેક ટ્રેનો રદ

By Super
|
Google Oneindia Gujarati News

સુરત, 12 જુલાઇઃ મહારાષ્ટ્રમાં મુંબઇ સહિત મોટાભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘાની મહેર યથાવત છે. મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, તેમજ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, જેના પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

મુંબઇમાં મધ્ય અને પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનોના રેલવે પાટા પર પાણી ફરી વળ્યા છે અને ટ્રેન નિર્ધારિત સમય કરતા 30 મીનિટ મોડી ચાલી રહી છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે મુંબઇ-અમદાવાદ અને મુંબઇ નવી દિલ્હી માર્ગ પર શુક્રવારે સવારથી રેલવે વ્યવહાર ખોરવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વરસાદની સૌથી વ્યાપક અસર જોવા મળી રહી છે, જ્યાં પાણી રેલવે ટ્રેક પર બે ફૂટ સુધી ભરાઇ ગયા છે, જેના કારણે સ્થાનિક અને લાંબા રૂટની ટ્રેનને રદ કરી દેવામાં આવી છે. એક રેલવે અધિકારીએ જણાવ્યું કે, પાણીનું સ્તર ઓછું થાય ત્યાં સુધી મુંબઇ-અમદાવાદ અને મુંબઇ-નવી દિલ્હી માર્ગમાં જતી ટ્રેનને વિભિન્ન સ્ટેશનો પર નિયંત્રિત કરી શકાય છે. અહીં તસવીરોમાં દક્ષિણ ગુજરાતમાં પડેલો ભારે વરસાદ અને તેના કારણે વલસાડ સહિતના વિસ્તારોમાં ભરાયેલું પાણી દર્શાવવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડના અનેક સ્થળોમાં પાણી ભરાઇ ગયા છે.

વલસાડ જિલ્લામાં પડેલો વરસાદ

વલસાડ જિલ્લામાં પડેલો વરસાદ

વલસાડ જિલ્લામાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો, વલસાડમાં 24 ઇંચ, પારડીમાં 15, ધરમપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યું છે. ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે અધિકારીઓને સતર્ક કરી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદ

સૌરાષ્ટ્રના વિવિધ સ્થળો પર વરસાદ પડ્યો છે. રાજકોટમાં દોઢ ઇંચ, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ઉમરાળામાં 11દ મીમી, શિહોરમાં 40 મીમી, ગઢડામાં 30 મીમી, ગારિયાધારમાં 26 મીમી, મહુવામાં 30 મીમી, પાલીતાણામાં 24 મીમી, બોટાદમાં 12 મીમી, વલ્લભીપુરમાં 70 મીમી અને ભાવનગર શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જામનગરમાં 6 ઇંચ વરસાદ

જામનગરમાં 6 ઇંચ વરસાદ

જામનગરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે અને જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભારઇ ગયા છે.(તસવીર દક્ષિણ ગુજરાતની છે)

ટ્રેન વ્યવહાર ખોરવાયો

ટ્રેન વ્યવહાર ખોરવાયો

વરસાદના કારણે વલસાડ અને પારડી રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતાં ગુજરાત ક્વીન, દાહોદ ઇન્ટરસિટી, કર્ણાવતી, વલસાડ વિરમગામ પેસેન્ડર, વિરાર શટલને રદ કરવામાં આવી છે.

ટ્રેનોને પણ વિવિધ સ્થળો પર રોકી દેવાઇ

ટ્રેનોને પણ વિવિધ સ્થળો પર રોકી દેવાઇ

અગસ્ત ક્રાન્તિ, રાજધાની, દુરંતો, ગરીબ રથને અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇ-સુરતથી આવતી ટ્રેનોને પણ વિવિધ સ્થળો પર રોકી દેવામાં આવી છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે વલસાડના અનેક સ્થળોમાં પાણી ભરાઇ ગયા છે.

વલસાડમાં 24 ઇંચ

વલસાડમાં 24 ઇંચ

વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો વલસાડમાં 24 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે, જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ટ્રેન વ્યવહારને પણ ખાસી અસર પહોંચી છે.


દક્ષિણ ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડના અનેક સ્થળોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદના કારણે વલસાડ અને પારડી રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતાં ગુજરાત ક્વીન, દાહોદ ઇન્ટરસિટી, કર્ણાવતી, વલસાડ વિરમગામ પેસેન્ડર, વિરાર શટલને રદ કરવામાં આવી છે. અગસ્ત ક્રાન્તિ, રાજધાની, દુરંતો, ગરીબ રથને અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇ-સુરતથી આવતી ટ્રેનોને પણ વિવિધ સ્થળો પર રોકી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો, વલસાડમાં 24 ઇંચ, પારડીમાં 15, ધરમપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યું છે. ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે અધિકારીઓને સતર્ક કરી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં વરસાદ

સૌરાષ્ટ્રના વિવિધ સ્થળો પર વરસાદ પડ્યો છે. રાજકોટમાં દોઢ ઇંચ, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ઉમરાળામાં 11દ મીમી, શિહોરમાં 40 મીમી, ગઢડામાં 30 મીમી, ગારિયાધારમાં 26 મીમી, મહુવામાં 30 મીમી, પાલીતાણામાં 24 મીમી, બોટાદમાં 12 મીમી, વલ્લભીપુરમાં 70 મીમી અને ભાવનગર શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે અને જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભારઇ ગયા છે.

English summary
Heavy rains continued to lash Mumbai and most parts of Maharashtra for the second consecutive day on Friday. rains also continued in south gujarat, impacting normal life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X