For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યાં એ ચાર કારણ જેને વિજય રૂપાણીની ખુરશી છીનવી!

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ફરીથી એક વખત મોદી બાદ ભાજપના મુખ્યમંત્રી 5 વર્ષ પુરા કરી શક્યા નથી. આનંદીબેન બાદ હવે વિજય રૂપાણીએ અડધેથી જ વિદાય લેવાનો વારો આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ફરીથી એક વખત મોદી બાદ ભાજપના મુખ્યમંત્રી 5 વર્ષ પુરા કરી શક્યા નથી. આનંદીબેન બાદ હવે વિજય રૂપાણીએ અડધેથી જ વિદાય લેવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ નબળા નેતાની છાપ ધરાવતા વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલ પટેલ જ મોટાભાગના કામો સંભાળતા હતા. આ એ કેટલાક કારણો છે જેના કારણે વિજય રૂપાણીને રાજીનામું આપી દેવું પડયુ.

કોરોનામાં સરકારની નબળી કામગીરી

કોરોનામાં સરકારની નબળી કામગીરી

કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરીએ સરકારની થુથુ કરી નાંખી હતી. એક તરફો લોકોને ઓક્સિજન અને દવાના ફાંફા હતા તો બીજી તરફ સીઆર પાટીલ ઈન્જેક્શન વહેચતા હતા. આ તમામ બાબતોથી નાગરિકોમાં ભારે નારાજગી હતી. આ નારાજગીની અસર ભાજપને ચૂંટણીમાં સાફ દેખાતી હતી. ત્યારે હવે ભાજપે ચહેરો બદલીને નારાજગી દુર કરવાનો પ્રયત્ન કર્યો છે. વિજય રૂપાણીના રાજીનામાં પાછળ કોરોના મહત્વનું ફેક્ટર રહ્યું છે.

સંગઠન સાથે વિવાદ

સંગઠન સાથે વિવાદ

સીઆર પાટીલના અધ્યક્ષ બન્યા બાદ સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ સતત વર્તાતો હતો. એક તરફ સીઆર પાટીલ પેરેલલ સરકાર ચલાવતા હતા તેવું કહેવાતું હતુ. કોરોનામાં આ વિવાદ લોકો સામે આવી ગયો હતો. લાંબા સમસથી ચાલતા આ વિવાદને પણ વિજય રૂપાણીના રાજીનામાં માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે. સીઆર પાટીલ સાથેના વિવાદને કારણે રૂપાણીએ ખુરશી ગુમાવવી પડી છે.

સરકારના કામકાજમાં પકડ નહીં

સરકારના કામકાજમાં પકડ નહીં

વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમની છાપ એક નબળા નેતા તરીકેની રહી છે. આના પુરાવા પણ સમયે સમયે જોવા મળ્યા છે. મુખ્યમંત્રી ભલે વિજય રૂપાણી હતા પરંતુ મોટાભાગના કામ નીતિન પટેલની દેખરેખ હેઠળ થતા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં અમલદારો પણ વિજય રૂપાણીને ન ગાંઠતા હોવાની ચર્ચાઓ હતી. ત્યારે આ બાબત પણ રાજીનામાં માટે જવાબદાર માનવામાં આવી રહી છે.

2017 નીં ચૂંટણીમાં હારતા હારતા જીત્યા

2017 નીં ચૂંટણીમાં હારતા હારતા જીત્યા

201 ની વિધાનસભાની ચૂંટણી ભાજપ હારતા હારતા જીત્યુ હતું એ બધા જાણે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સહેજ માટે ચૂકી ગયું હતું. વિજય રૂપાણી ત્યારે નવા નવા મુખ્યમંત્રી હતા અને તેમના નેતૃત્વમાં જ આ ચૂંટણી લડાઈ હતી. હવે ભાજપ સંગઠન એ ભુલ ફરીથી ન દોહરાવે તે સાફ વાત છે. એટલે આ પણ એક જવાબદાર કારણ છે જેના કારણે વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યુ.

English summary
Here are the four reasons to snatch Vijay Rupani's chair!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X