સુરતના બિઝનેસમેન હિતેશની આત્મહત્યા કેસમાં નવો વળાંક

Written By:
Subscribe to Oneindia News

સુરતનો બહુ ચર્ચિત કેસ બિઝનેસમેન હિતેશ આત્મહત્યા કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. 6 મહિના પછી પોલીસે તેના પર કેસ નોંધાવ્યો છે. પરંતુ તે યુવતી જે હિતેશની કહેવાતી ગર્લફેન્ડ છે તે હજી પણ ફરાર છે. તેના પર રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવે તેવી પણ શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિતેશની ગર્લફ્રેન્ડનું કામ જ પૈસાદાર છોકરાઓને ફસાવવાનુ અને તેમની પાસેથી નાણા મેળવવાનું હતું. હિતેશને પણ તે બ્લેકમેઇલ કરી રહી હતી. તેણે કેવી રીતે હિતેશને ફસાવ્યો તે અંગે જાણો અહીં.

શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

રેસકોર્સ રોડના કરોડપતિ હિતેશ રબારીએ 22 જૂન 2017ના રાત્રે નવસારીના ફાર્મહાઉસમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવારે તેની મોતનું કારણ તેના ગર્લફ્રેન્ડ સીમા(નામ બદલ્યું છે)ને જવાબદાર ગણાવી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે સીમા હિતેશને બ્લેકમેઇલ કરતી હતી. આથી પોલીસે સીમા વિરૂદ્ધ હિતેશને આત્મહત્યા કરવા પ્રેરવાનો પ્રયાસ કર્યો તે બાબતે સીમા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફિટ રહેવાનો ખર્ચ 30 હજાર

ફિટ રહેવાનો ખર્ચ 30 હજાર

પોલીસને મળેલી માહિતી અનુસાર, સીમા પૈસાદાર છોકરાઓને ફસાવવા માટે હંમેશા તૈયાર થઇને રહેતી હતી. તે પોતાને ફિટ રાખવા માટે જીમ અને ડાન્સ કલબમાં પણ જતી હતી. હાઇ લાઇફ સ્ટાઇલ જીવવા વાળી સીમાનો બ્યૂટી પાર્લરનો ખર્ચ દર મહિને 30 હજાર થતો હતો.

સુંદર લાગે તેવા કપડા પહેરવા

સુંદર લાગે તેવા કપડા પહેરવા

છોકરાઓને ફસાવવા માટે સીમા હંમેશા છોકરાઓને ગમે તેમા કપડા પહેરતી હતી. જીમમાં આવતા પૈસાદાર છોકરાઓ સાથે તે પોતાની મિત્રતા પહેલા વધારતી અને એ મિત્રતા જીમથી શરૂ થઈને મોલ પર અટકતી.

હિતેશ સાથે પણ જીમમાં મુલાકાત

હિતેશ સાથે પણ જીમમાં મુલાકાત

હિતેશને ઓળખતા લોકોનું કહેવુ છે કે સીમા અને હિતેશની મુલાકાત પણ પહેલી વખત સુરતના જીમમાં થઈ હતી. ત્યાર બાદથી તેઓ એકબીજીના નજીક આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સીમાનો ડિવોર્સ થઈ ગયા છે અને તેના ચક્કરમાં ફસાયેલા લોકો આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે. આ પહેલા પણ સુરતના એક વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી. હિતેશના મિત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સીમાથી મિત્રતા થયા બાદ હિતેશને નશો કરવાની આદત થઈ ગઈ હતી. તેની નશાની આદત છોડાવા માટે પરિવારના લોકોએ તેને નશા મુક્તિ કેન્દ્રમાં પણ ભરતી કરાવી હતી. પરંતુ 15 દિવસ બાદ ફરી તેણે નશો કરવાનું ચાલુ કરી નાખ્યુ હતુ. એ સાથે તે ડિપ્રેશનમાં પણ જતો રહ્યો હતો

English summary
High-profile Surat businessman Hitesh Rabari suicide case: FIR Ragistered Against Girlfriend.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.