કચ્છના સેઝમાં લાગી ભીષણ આગ, 3 કંપની આગની ચપેટમાં

Posted By:
Subscribe to Oneindia News

કચ્છના કાસેઝમાં મોડી રાત્રે ભીષણ આગ નો બનાવ બન્યો હતો. જેના પગલે 15 થીવધુ ફાયર ફાઇટર ની ગાડીઓ ઘટના સ્થળ પર પહોચી હતી. અને મહામહેનતે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે આગ એટલી વિકરાળ હતી કે 3 કંપનીઓ આ આગની ચપેટમાં આવી ગઇ હતી. અને તેમને ભારે નુક્શાન થયું હતું.

fire kutch

3 કંપની આગ ની ચપેટમાં
નોંધનીય છે કે આગ આજુ બાજુ ની બીજી કંપનીમા ન ફેલાય તે માટે ERC ટીમ દ્રારા પ્રયાસ શરૂ કરાયા હતા. એટલું જ નહીં ભીષણ આગનાં પગલે મોડી રાત્રે તંત્ર દોડતું થયું હતું. ત્યારે આ વિકરાળ આગમાં ચપેટમાં ત્રણ કંપનીઓ આવી હતી.
1.હરીશ પ્રોસેસર પ્રા.લી
2. સફારી પોલિમર પ્રા. લિ
3. એસ્સાર પ્રા .લિ

જો કે સવાર સુધી આગ પર કાબુ મેળવી નહતો શકાયો. અને વિકરાળ આગના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે આગ કયા કારણને લીધે લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી. પણ આગના કારણે મોટા પ્રમાણમાં કંપનીઓને નુક્શાન પહોંચ્યું છે. વધુમાં હાલમાં પ્રાપ્ત સમાચાર મુજબ આગ પર કાબુ મેળવવામાં અગ્નિશામક દળોને સફળતા મળી છે.

English summary
Huge fire at kutch's Kasez. 3 companies facing heavy loss because of it. Read more here.
Please Wait while comments are loading...