For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ-રાષ્ટ્રવાદી નેતા હોવામાં કંઇ ખોટું નથી : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જુલાઇ : ગુજરાતમાં ત્રીજીવાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ડંકો વગાડનાર લોકપ્રિય નેતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા 2002ના કોમી રમખાણોના પગલે ચર્ચામાં રહ્યા છે. ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટેની દાવેદારીને લઇને પણ મીડિયામાં છવાયેલા રહ્યા છે. આજે નરેન્દ્ર મોદીએ રોયટરને આપેલો એક ઇન્ટર્વ્યું સામે આવ્યો છે, જેમાં મોદીએ પોતાના ટીકાકારોને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

નરેન્દ્ર મોદીએ રોયટરને આપેલા ઇન્ટર્વ્યુંમાં ગોધરા અને અનુગોધરા અંગે સવાલ પૂછાતા જણાવ્યું હતું કે ''દરેકને ટીકા કરવાનો અધિકાર છે, આપણો દેશ લોકતાંત્રિક દેશ છે. જો મેં કંઇ ખોટું કામ કર્યું હોત તો મને અફસોસ થાત. મને હતાશા ત્યારે થતી કે મેં કોઇ ચોરી કરી હોય અને હું ચોરી કરતા પકડાઇ ગયો હોવ. પરંતું મારા કેસમાં એવું જરાય નથી.''

narendra modi
મોદીએ પોતાના ટીકાકારોને જવાબ આપતા જણાવ્યું કે ''મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો છે, હું એક રાષ્ટ્રીય નેતા છું, તો મારા ટિકાકારો મને હિન્દુ-રાષ્ટ્રવાદી નેતા કહે તો તેમને કહેવા દો. એમાં કંઇ ખોટું નથી. વિરોધપક્ષના નેતાઓને ટીકા કરવાનો પૂરેપૂરો અધિકાર છે, તેમને ટીકા કરવા દો.''

ગોધરાના રમખાણો બાદ પહેલીવાર આ અંગેની સ્પષ્ટતા કરી રહેલા નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટનો પણ હવાલો આપતા જણાવ્યું કે 'સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સીઆઇટીએ પણ તેમને રમખાણોના મામલામાં ક્લિન ચિટ આપી હતી.'

English summary
I did not do any wrong, why should i frustrate : Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X