હું તો નપુંસક છું, મને જામીન આપો: ડૉ જયેશ પટેલ

Subscribe to Oneindia News

પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરવાના કેસમાં આરોપી ડૉ. જયેશ પટેલની જામીન અરજી જસ્ટિસએ ફગાવી. આરોપી અને પારૂલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચેરમેન તેવા જયેશ પટેલે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે નપુંસક હોવાથી તે દુષ્કર્મ કરી શકે નહીં. આમ કહીને તેણે જામીન આપવાનું જણાવ્યું હતું. જો કે આરોપી તરફેણનમાં રજૂઆત કરવા સામે સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી કે, યુરોલોજિસ્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આરોપી દુષ્ક્રર્મ કરી શકે તેમ છે.

Read also: જયેશ પટેલ પકડાયો, જાણો કેવી રીતે પાર પાડતો તે દુષ્કર્મ

jayesh patel

પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરનારા આરોપી જયેશ પટેલે હાઈકોર્ટ સમક્ષ જામીન અરજીમાં રજૂઆત કરી હતી, તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવાયા છે. તેઓ નપુંસકતા ધરાવતા હોવાથી દુષ્કર્મ કરી શકે તેમ નથી. આથી તેમની સામે થયેલી આ ફરિયાદ ખોટી છે. તેવું તેમણે અરજીમાં જણાવ્યું હતું. આ સામે સરકારી વકીલે રજૂઆત કરતી હતી નિષ્ણાત યુરોલોજિસ્ટ દ્વારા આરોપીની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં આરોપી દુષ્કર્મ કરી શકવા સક્ષમ છે. આ ઉપરાંત યુવતીએ ફરિયાદમાં આરોપી ડૉ. જયેશ પટેલનું સ્પષ્ટ નામ આપ્યું છે કે, તેણે દુષ્કર્મ કર્યું છે.

Read also :  દુષ્કર્મ આચરનાર આરોપી જયેશ પટેલ અંગે તમામ સમાચારો વાંચો અહીં.

English summary
I'm impotent, then, give me bail says Dr Jayesh Patel, founder of Parul University.
Please Wait while comments are loading...