For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIT ગાંધીનગરના સંશોધકોને ગંદા પાણીમાં મળ્યા કોવિડ 19ના વાયરસ

આઈઆઈટી ગાંધીનગરના રિસર્ચરે દાવો કર્યો છે કે સીવેજ(ગંદા નાળા)માં કોરોનાના વાયરસની ઉપસ્થિતિ વિશે જાણવા મળ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં મુંબઈ, અમદાવાદ અને દિલ્લી સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર છે. આ દરમિયાન આઈઆઈટી ગાંધીનગરના રિસર્ચરે દાવો કર્યો છે કે સીવેજ(ગંદા નાળા)માં કોરોનાના વાયરસની ઉપસ્થિતિ વિશે જાણવા મળ્યુ છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા-ગાંધીનગર(આઈઆઈટી)એ અમદાવાદના એક સીવેજમાંથી લીધેલા નમૂનાઓ ભેગા કર્યા જેમાં કોરોના વાયરસના બિન સંક્રમક વિષાણુ મળી આવ્યા છે.

ગંદા પાણીમાં કોવિડ-19ના વાયરસ હોવાના પુરાવા મળ્યા

ગંદા પાણીમાં કોવિડ-19ના વાયરસ હોવાના પુરાવા મળ્યા

હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલ સમાચાર અનુસાર સંશોધનકર્તાઓએ કહ્યુ કે તેમની શોધે કોવિડ-19નો પ્રસાર જાણવા, નિરીક્ષણ અને નિયંત્રણ સાથે ક્લીનીકલ ટ્રાયલ પહેલા સંભવિત હૉટસ્પૉટની ઓળખ કરવા માટે દેશભરમાં ગંદા પાણીનુ નિરીક્ષણ શરૂ કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. હાલમાં જ ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ફ્રાંસ અને સંયુક્ત રાજ્ય અમેરિકાએ ગંદા પાણીમાં સાર્સ-કોવ-2 વાયરસની ઉપસ્થિતિ જોઈ છે.

કોવિડ 19 અર્લી વૉર્નિંગ સિસ્ટમ બનાવવાની કોશિશ

કોવિડ 19 અર્લી વૉર્નિંગ સિસ્ટમ બનાવવાની કોશિશ

એપ્રિલમાં આઈઆઈટી ગાંધીનગર સીવેજના પાણીનુ નિરીક્ષણ કરવા માટે 52 મુખ્ય વિશ્વવિદ્યાલયો અને અનુસંધાન સંસ્થાઓ માટે એક વૈશ્વિક સંઘમાં શામેલ થયુ છે. આ મંચ કોવિડ 1 અર્લી વૉર્નિંગ સિસ્ટમ બનાવવાની કોશિશ કરી રહ્યુ છે. જે સીવેજના ગંદા પાણીમાં કોરોના વાયરસની તપાસ કરવાનુ કામ કરશે. આ તપાસ ટીમનુ નેતૃત્વ કરી રહેલ મનીષ કુમારે જણાવ્યુ કે ગંદુ પાણી સંક્રમણની ઉપસ્થિતિ અને પ્રગતિનુ નિરીક્ષણ કરવા માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ઉત્સર્જન દરમિયાન વાયરસ માત્ર સિમ્ટોમેટિક નહિ એસિમ્ટોમેટિક દર્દીઓના શરીરને પણ છોડે છે.

આઠ મેથી 27 મે સુધી ગંદા પાણીના સેમ્પલ ભેગા કર્યા

આઠ મેથી 27 મે સુધી ગંદા પાણીના સેમ્પલ ભેગા કર્યા

તેમણે કહ્યુ કે ગંદા પાણીમાં કોરોના વાયરસનુ સંક્રમણ નથી ફેલાતુ. પાણીમાં તાપમાન એક મોટી ભૂમિકા નિભાવે છે જેના કારણે વાયરસના જીવન પર અસર પડે છે. વિશ્લેષણ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આઈઆઈટી ગાંધીનગરને આઠ મેથી 27 મે સુધી ગંદા પાણીના સેમ્પલ ભેગા કરવામાં મદદ કરી. ટીમમાં હાજર અરવિંદ કુમાર પટેલે જોયુ કે આરપીસીઆરના પરિણામના કારણે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગંદા પાણી પર આધારિત મહામારી વિજ્ઞાન મોટાભાગે વિકસિત દેશોમાં કરવામાં આવે છે. મનીષ કુમારે કહ્યુ કે દેશમાં વસ્તી વધુ હોવાના કારણે બધા લોકોના કોરોના ટેસ્ટ ન થઈ શકે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે મુંબઈ અને દિલ્લી જેવા શહેરોમાં ગંદા પાણીનુ નિરીક્ષણ કરવાથી સરકારને કોરોના વધતો અટકાવવામાં મદદ મળી શકશે.

કોણ છે ઈન્ટરનેટની દુનિયાના જાણીતા હિંદુસ્તાની ભાઉ, કેટલુ કમાય છેકોણ છે ઈન્ટરનેટની દુનિયાના જાણીતા હિંદુસ્તાની ભાઉ, કેટલુ કમાય છે

English summary
IIT Gandhinagar found presence of the coronavirus in sewage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X