For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આવતા 4 દિવસમાં ભારે વરસાદની સંભાવના, IMDએ આપી ચેતવણી

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ ચેતવણી જારી કરી છે કે આવતા ચાર દિવસોમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ ચેતવણી જારી કરી છે કે આવતા ચાર દિવસોમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. હવામાન વિભાગનુ કહેવુ છેકે પૂર્વોત્તર અરબ સાગરમાં પૂર્વ-મધ્ય અને આસપાસ આજે સવારે દબાણનુ ક્ષેત્ર બનેલુ છે. આવતા 48 કલાક દરમિયાન ભારતીય તટથી દૂર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

આના પર આઈએમડી ગુજરાતના નિર્દેશક જયંત સરકારે કહ્યુ કે અરબ સાગરમાં ઓછા દબાણનુ ક્ષેત્ર બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ક્ષેત્રોમાં શુક્રવારે વરસાદ થયો હતો. વિભાગે કહ્યુ કે, 'માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યુ છે. બંદર પર નંબર 3 સિગ્નલ ફરકાવવામાં આવ્યુ છે.' નંબર 3 દર્શાવે છે કે બંદર પર 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડુ આવી શકે છે.

ચાર દિવસ ભારેથી હળવા વરસાદની સંભાવના

ચાર દિવસ ભારેથી હળવા વરસાદની સંભાવના

હવામાન વિભાગનુ કહેવુ છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોમાં આવતા ચાર દિવસોમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીના પૂર્વાનુમાન અનુસાર 17 ઓક્ટોબરે પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે.

દ્વારકા, જામનગર અને કચ્છમાં હળવો વરસાદ

દ્વારકા, જામનગર અને કચ્છમાં હળવો વરસાદ

ત્યારબાદ 18 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દમણ તેમજ દીવના અમુક વિસ્તારોમાં વરસાદ થશે. 19 ઓક્ટોબરે ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવો વરસાદ થશે. 20 ઓક્ટોબરે, આણંદ, ભરૂચ, સુરત, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં હળવા વરસાદનુ પૂર્વાનુમાન છે. અમુક જગ્યાએ ઝડપી પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

NEET Cut-Off 2020: આ વખતે જનરલ કેટેગરીના કટ ઑફમાં થયો વધારોNEET Cut-Off 2020: આ વખતે જનરલ કેટેગરીના કટ ઑફમાં થયો વધારો

English summary
IMD predicts heavy rain in gujarat due to depression has formed over east central Arabian sea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X