કલ્યાણકારી અભિગમઃ ઇમ્પેક્ટ ફીના ધોરણોમાં પુનઃ ઘટાડો

રાજયમાં છેલ્લા 3૦ વર્ષ કરતાં વધુ સમયથી થયેલ અનિયમિત બાંધકામોને નિયમીત કરી લાખો નાગરિકોને મદદરૂપ થવાનો હિંમતભર્યો કાયદો ગુજરાત સરકારે બનાવ્યો છે અને તેને લાગુ કરવા માટે ફીના ધોરણો અને નિયમો પ્રસિધ્ધર કર્યા છે. આ ફીના ધોરણો ઘટાડવા અને પ્રક્રિયાને વધુ સરળ કરવા માટે રાજય સરકારને રજૂઆતો મળી હતી તેને ધ્યાનમાં લઇ, રાજય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા માટેની અરજી કરવાની સમયમર્યાદા વધુ છ માસ એટલે કે તા.19.8.2013 સુધી લંબાવેલ છે.
મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજાજનો આ કાયદાનો મહત્તમ લાભ લઇ શકે તે માટે, રાજય સરકારે અગાઉ અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા માટે વખતો વખત તા.18.2.2012, તા.04.06.2012 અને તા.17.8.2012ના જાહેરનામામાં સુચવાયેલ ફી ધોરણોમાં વધુ સરળ અભિગમ દાખવી અને તમામ પ્રકારના કિસ્સામાં બાંધકામોને નિયમીત કરવાની ફીના ઉચ્ચક દરે વસુલાત કરવા માટે આજ રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
મંત્રીએ આ સુધારાઓ અંગે વધુ વિગતો આપતા ઉમેર્યુ હતું કે, આ સુધારાઓ હેઠળ જે લાભ થવાના છે તેમાં,
(1) રહેણાંક વિસ્તાર માટે,
50 ચો.મી. સુધીના ગ્રાઉન્ડ તથા અન્ય મજલાઓ માટે કુલ બિલ્ટઅપ માટે, રૂ. 2000/ ઉચ્ચક ફી
50 ચો.મી થી વધુ અને 100 ચો.મી. સુધીના ગ્રાઉન્ડ તથા અન્ય મજલાઓ માટે કુલ બિલ્ટઅપ માટે, રૂ.4000/ ઉચ્ચક ફી
100 ચો.મી. થી વધુ અને 200 ચો.મી. સુધીના ગ્રાઉન્ડ તથા અન્ય મજલાઓ માટે કુલ બિલ્ટઅપ માટે, રૂ.8000/ ઉચ્ચક ફી
200 ચો.મી. થી વધુ અને 300 ચો.મી.ના સુધીના ગ્રાઉન્ડ તથા અન્ય મજલાઓ માટે કુલ બિલ્ટઅપ માટે, રૂ.12000/ ઉચ્ચક ફી
300ચો.મી. થી વધુ, ગ્રાઉન્ડ તથા અન્ય મજલાઓના કુલ બિલ્ટઅપ માટે કુલ રૂ.12000/ તથા 300 ચો.મી. થી ઉપરાંતના બિલ્ટઅપ માટે પ્રતિ ચો.મી.રૂ.1૦૦/
(2) હેતુફેર, વાણિજય વિસ્તાર અને ઔધૌગિક પ્રવૃતિઓ માટે ઉપરોક્ત દર બમણા રહેશે.
(3) કોમન પ્લોટમાં થયેલ અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા માટે, હીત ધરાવનાર તમામ માલીકો અથવા કબ્જેદારોની સંમતિ હોય તો તેવા કિસ્સામાં વાણિજય અને ઔધૌગિક સિવાયની તમામ પ્રવૃતિઓ માટે ઉપર જણાવેલ દરો પ્રમાણે વસુલાત કરવાની રહેશે.
(4) જે કિસ્સાઓમાં સેનીટેશનની જોગવાઇ પુરતી જળવાતી ન હોઇ, તેવા કિસ્સાઓમાં ઉક્ત વસુલાત ઉપરાંત ઉચ્ચક રૂ.5૦૦૦/ની વસુલાત કરવાની રહેશે.
(5) પાર્કિંગ માટે, પાર્કિંગ કમીટી સમક્ષ ન જતા હોઇ તેવા કિસ્સાઓમાં,
રહેણાંક ઉપયોગમાં ખુટતા પાર્કિંગ માટે જંત્રીના 10 ટકાના દરે વસુલાત કરવાની રહેશે.
રહેણાંક સિવાયના ઉપયોગમાં ખુટતા પાર્કિંગ માટે જંત્રીના 20 ટકાના દરે વસુલાત કરવાની રહેશે.












Click it and Unblock the Notifications
