For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૂક-બધિર મતદાતાઓ માટે સાઇન લેન્ગ્વેજના જાણકાર શિક્ષકો મદદરૂપ બનશે

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્હીલચેર અને સહાયકોની સુવિધા ઊભી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા કુલ ૬૨૫૦ દિવ્યાંગ મતદારો માટે કુલ ૧૦૩૬ સહા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્હીલચેર અને સહાયકોની સુવિધા ઊભી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા કુલ ૬૨૫૦ દિવ્યાંગ મતદારો માટે કુલ ૧૦૩૬ સહાયકો રાખવામાં આવ્યા છે તેમજ દિવ્યાંગ મતદારોને મતદાન માટે કુલ ૨૬૧ વ્હીલચેરની વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

ELECTION

ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી ન્યાયિક વાતાવરણમાં યોજાય અને વધુ ને વધુ નાગરિકો આ અવસરમાં ઉત્સાહભેર જોડાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિથી માંડીને આવશ્યકતા અનુસાર મતદારોની સહાયતા માટેની તમામ તૈયારીઓ સુપેરે કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા દિવ્યાંગ મતદારો સરળતાથી પતોાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અઘિકારી સુશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા પીડબલ્યૂડી નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

આ અંગે પી.ડબલ્યૂ.ડી.ના નોડલ અધિકારી શ્રી એસ.આઇ. દેસાઇના જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- ૬૨૫૦ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જેમાં દહેગામમાં ૧૨૩૮, ગાંધીનગર(દ)માં ૧૬૩૩, ગાંધીનગર(ઉ)માં ૧૩૫૩, માણસામાં ૧૫૪૭ અને કલોલમાં ૪૭૯ PWD મતદારો છે. આ દિવ્યાંગ મતદારો મતદાન મથક પર સરળતાથી પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકે તે માટે કુલ ૨૬૧ વ્હીલચેરની સુવિધા કરવામાં આવી છે. જ્યારે તેમની સહાયતા માટે આરોગ્ય વિભાગ દ્વારા ૧૭૩ એમ.પી.એચ.ડબ્લયુ કાર્યકરો તથા ૬૦૧ આશાબહેનો, જ્યારે એનએસએસના ૧૯૫ અને એનસીસીના ૬૭ મળી કુલ- ૧૦૩૬ સહાયકો પોતાની સેવા આપશે. આ મતદારોને તેમની સુવિધાથી જાગૃત્ત કરવા માટે પણ મતદાન જાગૃત્તિના ખાસ કેમ્પનું આયોજન વિધાનસભા મતદાર વિભાગ અનુસાર કરવામાં આવી રહ્યું છે.

દિવ્યાંગ મતદારો માટે વિધાનસભા મતદાર વિભાગ અનુસાર વાહન, રેમ્પ અને પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લાના કુલ- ૧૩૫૨ મતદાન મથકોમાંથી ૧૨૯૫ મતદાન મથકો ખાતે કાયમી રેમ્પની સુવિધા છે. જ્યારે બાકી રહેતા મતદાન મથકોમાં કલોલ મતદાર વિભાગમાં ૫૫, ગાંધીનગર(ઉ) મતદાર વિભાગમાં બે મળી કુલ - ૫૭ મતદાન મથકો ખાતે કામચલાઉ રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે દહેગામમાં ૫, ગાંધીનગર(દ)માં ૩૯, ગાંધીનગર(ઉ)માં ૧૭, માણસામાં ૨૦ અને કલોલમાં ૩૩ મળી કુલ- ૧૪૪ દિવ્યાંગ મતદારો દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની માંગણી કરવામાં આવી છે. તે પણ સેવા તેમને આપવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં કુલ- ૨૨ PWD મતદારો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાં દહેગામમાં ત્રણ, ગાંધીનગર(દ)માં બે, ગાંધીનગર(ઉ)માં પાંચ, માણસામાં ૧૧ અને કલોલમાં એક PWD મતદાર પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. આ સાથે જ તમામ વિધાનસભા વિસ્તારોમાં મૂક-બધિર મતદાતાઓ માટે સાઇન લેન્ગ્વેજના જાણકાર શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે.

English summary
In Gandhinar, the disabled will vote using sign language
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X