ચપ્પાની અણી પર 20 લાખના હીરાની લૂંટ, સીસીટીવીમાં કેદ થઇ ઘટના
શહેરમાં હીરા માર્કેટ તરીકે ઓળખાતા નિર્મલ નગર વિસ્તારમાં જાહેરમાં લૂંટની ઘટના સામે આવી છે.
શહેરમાં હીરા માર્કેટ તરીકે ઓળખાતા નિર્મલ નગર વિસ્તારમાં જાહેરમાં લૂંટની ઘટના સામે આવી છે. હેલ્મેટ પહેરીને આવેલા બે શખ્સો ચપ્પાની અણીએ 20 લાખ રૂપિયાના હીરા લૂંટી ફરાર થઈ ગયા. જો કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થવાને કારણે પોલીસે નાકાબંદી કરીને થોડા કલાકોમાં બંનેને સામાન સાથે પકડી પાડ્યા હતા.

અંકિત પટેલ હીરાની ડિલિવરી કરવા નીકળ્યા હતા
ક્રિસ્ટલ બિલ્ડિંગ ખાતે આર મહેન્દ્ર આંગડિયાના અંકિત પટેલ 20 લાખની હીરા ભરેલી બેગ લઈને ડિલિવરી માટે નીકળ્યા હતા. બસ, ત્યારે અચાનક હેલ્મેટ પહેરેલા બે લૂટેરાઓ અચાનક સામે આવી ગયા અને અંકિતને કંઈપણ સમજાય તે પહેલાં તેઓ તેને નીચે પાડીને હીરાથી ભરેલી બેગ લઇને ભાગી છૂટ્યા. કેસની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: હોમવર્કના બહાને સુસાઈડ નોટ લખી રહી હતી દીકરી, કારણ જાણીને માના પગ નીચેથી જમીન સરકી ગઈ
પોલીસે બંને લૂંટારાઓની ધરપકડ કરી
આરોપીઓની ઓળખ પોલીસે સીસીટીવીના આધારે બાઇક દ્વારા કરી હતી. આરોપી ભરત ચોસલા અને લાલા આલગોતરમાં હતા. ભરત હીરા બજારમાં કામ કરી ચુક્યો હતો. બંને આરોપી બાઇક છોડીને કારમાં હીરા લઇને નાસી છૂટયા હતા. ત્યારે બંનેને અમદાવાદ રોડ ઉપર સ્થિત દસનાળા રોડ પરથી પોલીસે પકડ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
