For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ભાજપને ઓપિનિયન પોલ કરતા પણ વધારે સીટ જીતવાની આશા

લોકપ્રિય ધારણાઓ અને મતદાનના ઇરાદાને માપવા માટે હાથ ધરવામાં આવેલા એક વિશેષ CVoter-ABP ગુજરાત ઓપિનિયન પોલ અનુસાર શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનારી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમ

|
Google Oneindia Gujarati News

લોકપ્રિય ધારણાઓ અને મતદાનના ઇરાદાને માપવા માટે હાથ ધરવામાં આવેલા એક વિશેષ CVoter-ABP ગુજરાત ઓપિનિયન પોલ અનુસાર શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનારી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણપણે તૈયાર લાગે છે. ઓપિનિયન પોલ મુજબ 182 સીટો ધરાવતી ગુજરાત વિધાનસભામાં ભાજપ 131 થી 139 બેઠકો જીતવાનો અંદાજ છે. 2017ની અગાઉની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2017માં 77 બેઠકો જીતી હતી જે આ વખતે ઘટીને 31 થી 39 બેઠકોની વચ્ચે રહેવાની ધારણા છે.

Election

આમ આદમી પાર્ટી (AAP) સરપ્રાઇઝ પેકેજ છે જે 7થી 15 બેઠકો વચ્ચે જીતવાનો અંદાજ છે. એક પક્ષ તરીકે AAP 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં અસ્તિત્વમાં ન હતી. સર્વેમાં સંકેત આપવામાં આવ્યો છે કે આગામી ચૂંટણીમાં AAP કોંગ્રેસના વોટનો મોટો હિસ્સો ઉઠાવશે.

ઓપિનિયન પોલ પર ટિપ્પણી કરતા ગુજરાત બીજેપીના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે IANS ને કહ્યું, "અમે સર્વેમાં જે અનુમાન લગાવવામાં આવ્યું છે તેના કરતા પણ વધુ સીટોની અપેક્ષા રાખીએ છીએ. અને જ્યાં સુધી AAPની વાત છે, તે ગુજરાતમાં ખાલી જગ્યા મેળવશે." બીજી તરફ, કોંગ્રેસ અને AAPએ ઓપિનિયન પોલને ફગાવી દીધો અને દાવો કર્યો કે તે માત્ર મતદારોને ગેરમાર્ગે દોરવા માટે છે.

કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે IANS ને કહ્યું, "ઓપિનિયન પોલ ભૂતકાળમાં ઘણી વખત ખોટા સાબિત થયા છે. ભાજપ સત્તા વિરોધી મતોનું વિભાજન કરવા માટે AAP અને AIMIMને ગુજરાતમાં લાવ્યું છે. પરંતુ આ વખતે તેની વ્યૂહરચના નિષ્ફળ જશે, લોકએ AAP એ ભાજપની 'B' ટીમ છે તેમ સમજીને લીધુ છે. ઓપિનિયન પોલની વિરુદ્ધ કોંગ્રેસ ગુજરાતમાં ઓછામાં ઓછી 125 બેઠકો જીતીને સત્તા પર આવશે."

AAPના પ્રવક્તા યોગેશ જાદવાણીએ IANS ને કહ્યું, "દિલ્હીમાં ત્રણ વાર અને પંજાબમાં એકવાર લોકોએ સાબિત કર્યું છે કે આ સર્વે સંપૂર્ણપણે ખોટા હોઈ શકે છે, અને ગુજરાતની ચૂંટણીમાં પણ આનું પુનરાવર્તન થશે, કારણ કે લોકોએ રાજ્ય સરકાર બદલવાનો નિર્ણય લીધો છે."

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, જો ઓપિનિયન પોલ દ્વારા અનુમાન મુજબ AAPને 20 ટકા વોટ શેર મળે છે, તો તે શાસક પક્ષ (BJP)ના વોટ શેરને પણ નુકસાન પહોંચાડે તેવી દરેક શક્યતા છે. જ્યારે પ્રારંભિક સંકેતો છે કે ભાજપને AAPની હાજરીથી ઘણો ફાયદો થઈ રહ્યો છે, ત્યારે વસ્તુઓ બદલાઈ શકે છે.

English summary
In Gujarat, BJP will win more seats than opinion polls: BJP spokesperson
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X