For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ફરી એક લેડી ડોન સામે આવી, ચપ્પુ લઈને તૂટી પડી

ગુજરાતમાં સુરત શહેરમાં એક લેડી ડોન સામે આવી છે. વરાછા વિસ્તારમાં સ્પા સંચાલિકા દ્વારા એક વેપારી અને તેના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સુરત શહેરમાં એક લેડી ડોન સામે આવી છે. વરાછા વિસ્તારમાં સ્પા સંચાલિકા દ્વારા એક વેપારી અને તેના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. તે બંને પર ચપ્પુ લઈને તૂટી પડી. એક છરી દ્વારા પિતા અને પુત્ર બંને ઘાયલ થયા હતા. લેડી ડોનનો આ ગુસ્સો કોઈ દુશ્મનાવટમાં નહીં પરંતુ એક નાના મુદ્દા પર ઉદ્ભવ્યો હતો. તેણે વેપારી પાસેથી છુટ્ટા પૈસા માંગ્યા હતા, તેને આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારપછી આ લેડી ડોન તેમના પર ચપ્પુ લઈને તૂટી પડી. તેના ત્રણ મિત્રો સાથે મળીને, મહિલાએ ખુબ જ તાંડવ મચાવ્યો. સ્થળે લોકોની ભીડ ભેગી થવા લાગો હતી, પરંતુ તે વેપારીને બચાવવા માટે અસમર્થ હતી. લેડી ડોને વેપારીને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો. જો કે, આ દરમિયાન પોલીસ આવી હતી. પોલીસે લેડી ડોન અને તેના સાથીઓને પકડી લીધા.

lady don

આ મામલો સુરતના વરાછા રોડ વિસ્તારનો છે, જ્યાં ત્રિકમનગર રહેવાસી સંજય પ્રજાપતિ, દીકરા પ્રગજી અને ભત્રીજા ફેનિલ સાથે દુકાનમાં હતા. ત્યારે જ ઉપર ડ્રિમ સ્પા ચલાવનારી લેડી ડોન નામે ફેમસ ભાવના ચાવડા છુટ્ટા પૈસા લેવા માટે સંજયની દુકાને આવી. છુટ્ટા પૈસા નહીં હોવાને કારણે સંજયે ના પાડી, ત્યારે બંને વચ્ચે વિવાદ થઇ ગયો. ભાવના અચાનક મારપીટ પર ઉતરી આવી. તેને પોતાના મિત્ર અંજુ, રાની અને સપનાને બોલાવી.

lady don

ચારે મહિલાઓએ સંજય પર ચપ્પાથી હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વચ્ચે બચાવવા માટે આવેલા સંજયના દીકરા પ્રગજીને પણ હાથમાં છરો વાગવાને કારણે તે ઘાયલ થઇ ગયો. ભારે શોર મચવાને કારણે લોકોની ભીડ જામી ગઈ. કોઈએ ત્યારે જ પોલીસને સૂચના આપી. જગ્યા પર પહોંચેલી પોલીસે આ મહિલાઓની અટક કરી લીધી.

આ પણ વાંચો: સુરતની લેડી ડોન 'ભૂરી' કોણ છે અને શું છે તેના પરાક્રમ

English summary
In Gujarat, One more Lady Don found in surat, attack on father and son with knife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X