For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: સાસુ-સસરાએ લીધી પુત્રવધુની 'અગ્નિપરિક્ષા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી: ઉત્તર ગુજરાતના બાયડમાં સરપંચની ચુંટણી હારનાર ઉમેદવારો અને તેમના સહયોગીઓ દ્રારા 40 સ્ત્રી-પુરૂષોને ઉકળતા તેલમાં હાથ નંખાવીને વોટ આપ્યાં છે કે નહી તેની અગ્નિ પરિક્ષાનો મામલો હજુ શાંત થયો નથી કે સૌરાષ્ટ્રના એક ગામમાં પુત્રવધુ પર ચોરીના આરોપ લગાવવામાં આવ્યો હતો. અને આરોપમાં જો પુત્રવધુને નિર્દોષ સાબિત કરવા માટે સાસરીયાવાળાઓએ તેને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા.

ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે ચોરીના આરોપસર એક મહિલાને ઉકળતા તેલમાં હાથ નખાવી સતના પારખાં કરાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. રસીલાબેન વાલ્મિક થોડા દિવસો પહેલાં પોતાના સાસરે રાવળિયાવદર ગઇ હતી. તે દરમિયાન ઘરમાં કોઇ મહિલાનો સોનાનો દાગીનો ખોવાઇ ગયો જતાં સાસુ-સસરા અને અન્યએ રસીલાબેન વાલ્મિકી પર ચોરીની શંકા જતાં તેના હાથ ગરમ તેલમાં નાખી અગ્નિપરિક્ષા લીધી હતી.

જેના કારણે રસીલાબેના હાથ દાઝી ગયા હતા પરંતુ તેમછતાં પર્દાફાશ થવાના ડરથી તેની સારવાર કરાવવામાં આવી ન હતી. રસીલાબેન જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે આ ઘટસ્ફોટ થયો હતો. પોલીસે રસિલાબેનના સસરા ટપુભાઇ, જેથ સહિત સાત લોકો ફરીયાદ દાખલ કરીને તપાસનીશ અધિકારીએ એસ.આઈ. શનકખાન બેલી એ ત્રણેયની ધરપકડ કરી હતી.

English summary
Near Dhrangadhra in fire test of daughter-in-law was taken by her in law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X