For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણામાં ખેડૂતે યુટ્યુબમાંથી માહિતી મેળવી કરી કેળાની ખેતી

મહેસાણાના બહુચરાજી તાલુકામાં શંખલપુર ગામના ઉત્સાહી ખેડૂતો યુટ્યુબમાં બાગાયતી ખેતી સર્ચ કરી કેળાની ખેતી કરવાનુ મન મક્કમ કરી લીધુ.

|
Google Oneindia Gujarati News

મહેસાણા જિલ્લામાં નિયમિત પાકનુ વાવેતર કરવા માટે ખેડૂતો ટેવાયેલા છે પરંતુ કેનાલોમાં અપૂરતુ પાણી, અપૂરતા ભાવ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી આફતો વચ્ચે ખેડૂત સતત પિસાતો આવ્યો છે. કપાસ, ઘઉં, દિવેલા જેવા પાકોમાં સતત નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણાના બહુચરાજી તાલુકામાં શંખલપુર ગામના ઉત્સાહી ખેડૂતો યુટ્યુબમાં બાગાયતી ખેતી સર્ચ કરી કેળાની ખેતી કરવાનુ મન મક્કમ કરી લીધુ.

banana

મહેસાણા જિલ્લામાં પ્રથમવાર સાહસ કરી સફળતા પ્રાપ્ત કરી છે. તે ખેડૂતે યુટ્યુબમાંથી માહિતી મેળવી ખેડા બાજુ રહેતા તેમના સંબંધીને ત્યાં જઈને ટ્રેનિંગ લીધા બાદ મહેસાણામાં પોતાના ખેતરમાં 380 જેટલા રોપા લાવીને 4.5 વિઘા જમીનમાં ખેતીનો શુભારંભ કર્યો હતો. હાલમાં કેળાની લૂમો આવતા ખેડૂત હરખાઈ રહ્યો છે. અન્ય ખેડૂતો પણ તેમના આ સાહસને બિરદાવી ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે.

ખેડૂતે માહિતી આપતા જણાવ્યુ કે 'કપાસ, ઘઉં, રાયડો જેવા નિયમિત પાકોમાં મહેનત વધુ અને વળતર ઓછુ હતુ. તેમજ વરસાદની અનિયમિતતાના કારણે અમે બાગાયત તરફ વળી ગયા. ટ્રેનિંગ લઈને અમે રોડ પાસેના ખેતરમાં વાવેતર કર્યુ, બોર મૂક્યો તેમજ 1.50 લાખ રૂપિયાના રોપા લાવ્યા. ટપક સિંચાઈ પદ્ધતિથી અમે કામ કર્યુ જેમાં અમને સફળતા મળી. હું લોકોને પણ બાગાયત તરફ વળવા માટે પ્રોત્સાહન આપી રહ્યો છુ.'

રડોસણ ગામે પાણીનો કકળાટ, કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયારડોસણ ગામે પાણીનો કકળાટ, કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયા

English summary
In Mehsana, a farmer got information from YouTube and cultivated bananas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X