
બીજા તબક્કામાં 4 ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, જાણો શું છે કારણો?
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આખરી તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. આ મતદાન વચ્ચે કેટલાક ગામોમાં મતદાનના બહિષ્કારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, બીજા તબક્કામાં 4 ગામોના લોકોએ મતદાનનો સંપુર્ણ મતદાન બહિષ્કાર કર્યો છે.
આ ગામોની વાત કરીએ તો, ખેરાલુ વિધાનસભાના ત્રણ ગામોએ આ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. ખેરાલુ વિધાનસભાના આવેવા વરેઠા, ડાલીસણ અને ડાવોલ ગામના સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગામના લોકોની માંગણી છે કે, ગામના તળાવને ભરવામાં આવે અને પાસેથી પસાર થતી રૂપેણ નદીને જીવંત કરવામાં આવે.
આ સિવાય બહુચરાજીના બરીયફ ગામના લોકોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ ગામના લોકોને વર્ષોેથી પાણીની સમસ્યા છે. આ સમસ્યાને લઈને વારંવાર રજુઆત છત્તા પણ કોઈ નિરાકરણ ન આવતા હવે મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ તમામ ગામના લોકો મતદાનથી અળગા રહ્યા છે અને માંગ પુરી કરવા માંગણી કરી રહ્યા છે
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના પ્રથમ તબક્કા દરમિયાન પણ ઘણા ગામોમાં મતદાતાઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.