ચૂંટણી ટાણે જ મોદીને સંધ યાદ આવે છે: કેશુબાપા

નરેન્દ્ર મોદીએ મોહન ભાગવતને રાજ્યની રાજકીય પરિસ્થિતી અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યોજેલી વિવેકાનંદ યાત્રાની માહિતી આપી હતી. નરેન્દ્ર મોદીની સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે એવા સમયે મુલાકાત યોજી છે કે જ્યારે ભાજપના સાંસદ રામ જેઠમલાણીએ અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની વાત કહી છે. જો કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની મુલાકાત રાજકીય ન હતી.
તો બીજી તરફ તાજેતરમાં ભાજપમાંથી છૂટા પડીને નવા પક્ષની રચના કરનાર કેશુભાઇ પટેલે સુરતમાં યોજેલી એક રેલી દરમિયાન નરેન્દ્ર મોદી પર પ્રકાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સંઘની યાદ ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણીઓ આવે છે. કેશુભાઇએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સ્થિતી એકદમ ખરાબ થઇ ગઇ છે માટે તે મોહન ભાગવતને મળવા ગયા છે.
મોદી પર પ્રહાર કરતા કેશુભાઇ પટેલે કહ્યું હતું કે દાઉદે મુંબઇમાં ૧૦૦ કરોડની ખંડણી ઉઘરાવી પણ મોદીએ ધનદાન હેઠળ ગુજરાતના લોકો પાસે પપ૦ કરોડની ખંડણી ઉઘરાવી છે. કતારગામમાં નીરૂફાર્મમાં રવિવારે મોડી સાંજે કેશુભાઇએ મોદીને ઝુઠ્ઠાઓના સરદાર તરીકે ગણાવ્યાં હતા. તેમણે કહ્યું કે મોદી પાસે નાણાં છે તો મારી પાસે માણાં છે. જનસંઘના સમયથી જે પક્ષની સાથે રહી ભાજપને મોટો કર્યો છે. મા-બાપથી કોઇ સંતાન જુદું પડે તેવી વ્યથા ભાજપને છોડતા થાય છે. ભાજપ હવે પહેલાં જેવો પક્ષ રહ્યો નથી.












Click it and Unblock the Notifications
