અમદાવાદની AXIS બેંકમાં આઇટીનું સર્ચ ઓપરેશન

Subscribe to Oneindia News

સરકારે થોડા સમય પહેલા સામાન્ય જનતાને કોઇ પણ પ્રકારના ગોટાળા કે કૌભાંડની માહિતી ઇમેલ દ્વારા આપવા જણાવ્યુ હતુ. આ સૂચના બાદ સરકારને ચાર હજારથી વધુ ઇમેલ મળ્યા છે. અમદાવાદના આઇટી વિભાગને પણ AXIS બેંકની મેમનગર શાખામાં ગોટાળા ચાલતા હોવા અંગેના ઇમેલ મળ્યા હતા.

axis bank

આવક વેરા વિભાગની ટીમે AXIS બેંકમાં કલાકોના સર્ચ ઓપરેશનમાં ઘણા શંકાસ્પદ એકાઉંટ અને વિગતો ચેક કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ મલ્ટીપલ એકાઉંટ અને મલ્ટી ટ્રાંઝેક્શનની ફરિયાદો મળતા આ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.

ઉલ્લેખનીય છે કે ઇડી( એંફોર્સમેંટ ડિરેક્ટોરેટ) ની ટીમે દીલ્હી AXIS બેંકના બે ભ્રષ્ટાચારી મેનેજરોને પણ ઝડપી લીધા હતા. ત્યારબાદ અમદાવાદની પાંચ બેંકોની શાખાઓમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. AXIS ઉપરાંત અમદાવાદની જિલ્લા સહકારી બેંક ADC માં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.

English summary
income tax search operation in AXIS bank, memnagar, ahmedabad
Please Wait while comments are loading...