For Quick Alerts
For Daily Alerts
ભજિયાવાલાને ત્યાં સર્ચ ઓપરેશન થયું પૂર્ણ, મિલકતનો આંકડો જાણવામાં લાગશે સમય
સુરતના ભજીયાવાલને ત્યાં આવક વેરા વિભાગનું સર્ચ ઓપરેશન પૂરૂ થયું છે અને આઇટી વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આ મિલકતનો આંકડો 1000 કરોડની ઉપર જાય તેવો છે.
આઇટી વિભાગે જણાવ્યુ હતું કે હજી ભજિયાવાલાના પરિવારના અન્ય ચાર બેંક લોકર ખોલવાના પણ બાકી છે. જો કે અધિકારીઓના જણાવ્યા મુજબ મળેલા દસ્તાવેજોને વ્યવસ્થિત રીતે ચકાસી તેનું તમામ વેરિફિકેશન કરતા હજી મહિનાનો સમય લાગસે ત્યાર બાદ જ ભજિયાવાલાની તમામ સંપત્તિ અંગેની જાણકારી મળશે.
ઉલ્લેખનીય છે કે ભજિયાવાલાની મુંબઇના કાંદિવલીમાં પણ 200 કરોડની મિલકત હોવાનું આઇટી અધિકારીઓને સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યુ હતુ.