For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત ખેત કચરામાંથી 16000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે

|
Google Oneindia Gujarati News

electricity
વડોદરા, 3 એપ્રિલ : ભારત સરકારના નવીન અને પુર્નપ્રાપ્ય ઊર્જા (MNRI) મંત્રાલયના નિયામક વી કે જૈને જણાવ્યું હતું કે, દેશમાં વાર્ષિક 150 મિલીયન્સ ટન્સ જેટલો ખેત કચરો (બાયોમાસ) પેદા થાય છે. જેમાંથી 16000 મેવો વીજળી પેદા કરી શકાય. આ ઉપરાંત 5000 મેવો વીજળી ખાંડના કારખાનાઓમાં બગાસનો ઉપયોગ કરીને ઉત્પન્ન કરી શકાય તેમ છે. તેની સામે હાલમાં આ ક્ષેત્રમાં વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા 4300 મેવો જેટલી છે. જે દર્શાવે છે કે બાયોમાસ આધારિત વીજ ઉત્પાદનની વિપુલ ક્ષમતા હજુ વપરાયા વગરની છે.

જૈન તેમજ ગુજરાત એનર્જી ડેવલોપમેંટ એજન્સી (GEDA)ના નિયામક ડી પી જોષીએ ખેત કચરા (બાયોમાસ)માંથી વીજ ઉત્પાદન તેમજ આ ક્ષેત્રમાં અમલીકરણ હેઠળના પ્રોજેકટસ અને સાફલ્યગાથાઓ વિષયક બે દિવસની કાર્યશાળાનો શુભારંભ કરાવ્યો હતો. જીડા, યુએનડીપી, જીઇએફ અને એમએનઆરઇ આયોજિત બે દિવસની કાર્યશાળમાં બાયોમાસ આધારિત વીજ ઉત્પાદન આડેના અવરાધો, તેના નિવારણના ઉપાયો, તેને લગતી નીતિઓમાં કરવા યોગ્ય સુધારા-વધારા, આ ક્ષેત્રના વિકાસ માટે નવા સાહસિકોની ઓળખ અને પ્રોત્સાહન તેમજ કમ્બ્યુશન અને કો-જનરેશન ટેકનોલોજીસ આધારિત ગ્રીડ કનેકટેડ પાવર જનરેશનનો વિકાસ જેવી બાબતોનો વિચાર વિમર્શ થશે.

ગુજરાતમાં પવન (3093 મેવો), સૌર (857 મેવો) અને બાયોમાસ (31.2 મેવો) ઊર્જાના આધારે કુલ 3985 મેવો જેટલું પુન:પ્રાપ્ય વીજ ઉત્પાદન થઇ રહયું છે તેવી માહિતી આપતા જીડાના નિયામક ડી પી જોષીએ જણાવ્યું હતું કે રાજમયાં બાયોમાસ કમ્બુશન ટેકનોલોજી આધારિત વીજ પ્લાન્ટસ જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કાર્યરત છે. વડોદરા જિલ્લાના સંખેડામાં ગેસીફાયર ટેકનોલોજી આધારિત બાયોમાસ પાવર પ્લાન્ટ ચાલુ છે જેમાં ટેકનાલોજીને અને ઇનોવેશન્સને દાખલારૂપ સફળતા મળી છે.

જીડા સંસ્થાકીય બાયોમાસ પ્લાન્ટસની સ્થાપના માટે 75 ટકા જેટલી સહાય આપે છે. બિન પરંપરાગત અને પુર્નપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રોનો વિકાસ, અમલીકરણ અને પ્રચલનમાં જીડા દેશમાં પ્રથમ કક્ષાની સંસ્થા ગણાય છે અને તેના મોડેલ પ્રમાણે અન્ય રાજયોએ પણ સંસ્થાઓની સ્થાપના કરી છે. ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દેશમાં બીજાક્રમે અને સૌર ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે સન 2020 સુધીમાં દેશના કુલ ઊર્જા ઉત્પાદનમાં પરંપરાગત સંસાધનો આધારિત ઊર્જા અને બિન પરંપરાગત સંશાધનો આધારિત ઊર્જા ઉત્પાદનનું પ્રમાણ 80:20 જેટલું હોય તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં આ પ્રમાણ 86:14 જેટલું છે. એટલે ગુજરાત આ લક્ષ્યાંક સિદ્ધ કરવાની ખૂબજ સમીપ પહોંચી ગયું છે.

English summary
India can produce 16000 mw electricity from farm waste.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X