સુરતમાં અણુબોમ્બ કરવા માગતો હતો યાસીન

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સૂત્રોના હવાલાથી છપાયેલા અહેવાલ અનુસાર યાસીન અને ઇન્ડિયન મુજાહિદ્દીન અણુબોમ્બ વિસ્ફોટ કરીને સુરતને ઉડાવી દેવીની યોજના ઘડી રહ્યાં હતા. સુરત યૌન શોષણ કેસમાં આપવામા આવેલી લાંચના મામલે સુરત પોલીસ દ્વારા નારાયણ સાંઇનો વોઇસ સ્ટેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવનારો છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતમાં અણુબોમ્બ કરવા માગતો હતો યાસીન

સુરતમાં અણુબોમ્બ કરવા માગતો હતો યાસીન

ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સૂત્રોના હવાલાથી છપાયેલા અહેવાલ અનુસાર યાસીન અને ઇન્ડિયન મુજાહિદ્દીન અણુબોમ્બ વિસ્ફોટ કરીને સુરતને ઉડાવી દેવીની યોજના ઘડી રહ્યાં હતા. અણુબોમ્બ ક્યાંથી મળી શકે તે અંગે યાસીને રિયાઝ સાથે ચર્ચા પણ કરી હતી. જો કે, યાસીન પર આઇબીની નજર હોવાથી આ પ્લાન શક્ય થઇ શક્યો નહોતો.

અમદાવાદઃ વિસ્મય શાહની અરજી ફગાવાઇ

અમદાવાદઃ વિસ્મય શાહની અરજી ફગાવાઇ

અમદાવાદના બહુચર્ચિત બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને વધુ એક ઝટકો પહોંચ્યો છે. વિસ્મય શાહ દ્વારા બિમારીનું બહાનું આગળ ધરીને કોર્ટ સમક્ષ વચગાળાના જામીન માગવામાં આવ્યા હતા, પરંતુ મિરઝાપુર કોર્ટ દ્વારા વિસ્મય શાહની આ અરજી ફગાવી દેવામાં આવી છે

સુરતઃ નારાયણ સાઇનો થશે વોઇસ સ્ટેક્ટ્રોગ્રાફી ટેસ્ટ

સુરતઃ નારાયણ સાઇનો થશે વોઇસ સ્ટેક્ટ્રોગ્રાફી ટેસ્ટ

સુરત યૌન શોષણ કેસમાં આપવામા આવેલી લાંચના મામલે સુરત પોલીસ દ્વારા નારાયણ સાંઇનો વોઇસ સ્ટેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવનારો છે. જે સબબ સુરત પોલીસ નારાયણ સાંઇને લઇને ગાંધીનગર પહોંચી છે, જ્યાં એફએસએલમાં નારાયણ સાંઇનો આ ટેસ્ટ કરાવવામાં આવશે, તેમ હાલ જાણવા મળી રહ્યું છે.

અમદાવાદઃ ઉમંગ ઠાકર બિમારીનું નાટક કરી રહ્યા હોવાની અરજી

અમદાવાદઃ ઉમંગ ઠાકર બિમારીનું નાટક કરી રહ્યા હોવાની અરજી

અમદાવાદમા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ ટેક્સ મામલે ઉમંગ ઠાકર વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઉમંગ ઠાકર ધરપકડથી બચવા માટે બિમાર હોવાનું નાટક કરી રહ્યાં છે. આ અંગે કોર્ટે પોલીસ કમિશનર અને જેલ સત્તાવાળાઓની મદદ માગી હોવાનું જાણવા મળ્યું છે.

શારીરિક ત્રાસ આપવા બદલ NRI પતિ વિરુદ્ધ ફરિયાદ

શારીરિક ત્રાસ આપવા બદલ NRI પતિ વિરુદ્ધ ફરિયાદ

અંચેલીના એનઆરઆઇ મુસ્લિમ યુવક હારૂન રસીદ અળીમોહમ્મદ ખલીફા સાથે નિકાહ કરનારી બીલીમોરાની યુવતી યાસ્મીનબેને તેના પતિ, સાસરી પક્ષ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ તેમજ દહેજની માગણીઓ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતી પર દક્ષિણ આફ્રિકામાં ત્રાસ ગુજારવામાં આવતો હતો, યુવતીએ વતન પરત ફરી તેના સાસરી પક્ષ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. યુવતી દ્વારા આ રીતે ફરિયાદ નોંધાવવામાં આવતી મુસ્લિમ સમાજમાં ચકચાર મચી છે.

English summary
Indian Mujahideen wanted to nuke Surat, Yasin Bhatkal tells cops. here top new of gujarat in photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.