પોરબંદરઃ વિઠ્ઠલના વહેણમાં તણાઇ જશે કાંધલની કસ્તી?

Google Oneindia Gujarati News

પોરબંદર બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ આ બેઠક ચર્ચામાં આવી ગઇ છે. આ બેઠક પોરબંદર, રાજકોટ અને જુનાગઢ એમ ત્રણ જિલ્લાના કેટલાક વિધાનસભા ક્ષેત્રોને સમાવતી બેઠક છે. આ બેઠક પર ભાજપે વિઠ્ઠલ રાદડિયાને તો એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ આપી છે. ઉક્ત બન્ને નેતાઓ પોત-પોતાની રીતે વર્ચસ્વ ધરાવે છે અને તે રાજકારણની કોઇપણ નીતિને અમલમાં મુકીને વિજયી થવાના પ્રયાસો કરી શકે છે.

એક તરફ કાંધલ જાડેજાની વાત કરીએ તો તેમનો પરિવાર એક સમયે ગુનાઇત પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને તેમના માતા સંતોકબેન જાડેજા તથા પિતા સરમણ મુંજાની ધાક ક્યારેક આ વિસ્તારમાં બોલતી હતી. પરંતુ સમય જતાં એ પ્રભાવ હવે ઓછો થઇ ગયો છે. તો બીજી તરફ વિઠ્ઠલ રાદડિયા છે, જે પોતાના તામસી સ્વભાવ માટે પણ જાણીતા છે. આ સાથે જ તેઓ પોતાના વિસ્તારમાં એક મદદકર્તા નેતા તરીકે પર જાણીતા છે. તેથી આ બેઠક પરની ચૂંટણી ચોક્કસપણે ચર્ચામાં રહેશે, તેમ છતાં રાજકીય ઇતિહાસ પર નજર ફેરવીએ તો વિઠ્ઠલ રાદડિયાનું પલડું કાંધલ જાડેજા સામે વધારે ભારે લાગી રહ્યું છે.

એક તો વિઠ્ઠલ રાદડિયા કોઇપણ પક્ષ તરફથી ચૂંટણી લડે તેમનો જનમત તેમની સાથે જ રહે છે અને તેનો પૂરાવો તેઓએ મેળવેલો જંગી લીડનો વિજય છે. બીજું કે 1991થી લઇને 2004 સુધી આ બેઠક પર ભાજપનું શાસન હતું. ત્યારબાદ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતાં વિઠ્ઠલ રાદડિયાએ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી અને છેલ્લી બે ટર્મથી તેઓ જ આ બેઠકમાં વિજયી થયા છે. આ વખતે ભાજપે વિઠ્ઠલ રાદડિયા પર દાવ ખેલીને આ બેઠકને પુનઃ પોતાનો ગઢ બનાવવાનો નિર્ધાર કર્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ બેઠક અંગે.

પટેલ ઉમેદવાર થાય છે સફળ

પટેલ ઉમેદવાર થાય છે સફળ

આ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં પટેલ મતદાતાઓની સંખ્યા વધારે છે, તેથી જ 1989થી આ બેઠક પર પટેલ ઉમેદવાર વિજયી થયા છે. 2009ની લોકસભાની ચૂંટણી અને 2013ની વિધાનસભાની પેટાચૂંટણીની વાત કરવામાં આવે તો 2009ની લોકસભાની ચૂંટણીમાં તે સમયના કોંગ્રેસના ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયા 39 હજાર મતોથી વિજયી બન્યા હતા. 2013ની પેટા ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ દોઢ લાખથી વિજયી થયા હતા. બીજી તરફ કાંધલ જાડેજાની વાત કરીએ તો તેઓ એક સ્થાનિક ઉમેદવાર છે, પરંતુ તેમનો ભૂકતાળ ભયાવહ છે. ગુનાઇત પ્રવૃત્તિમાં તેમનો પરિવાર પહેલાથી જ જોડાયેલો રહ્યો છે, આ ઉપરાંત સ્થાનિક નેતાઓની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં આ બેઠક પર સ્થાનિકોનો દબદબો હતો, પરંતુ સમય જતાં આ બેઠક પર આયાતી ઉમેદવાર અને ખાસ કરીને પટેલ સમાજનો દબદબો રહ્યો છે.

વિઠ્ઠલ રાદડિયાનો દમ

વિઠ્ઠલ રાદડિયાનો દમ

વિઠ્ઠલ રાદડિયાની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લી બે ટર્મથી આ બેઠકના સાંસદ છે, પટેલ સમાજમાં ખાસ કરીને લેઉઆ પટેલ સમાજમાં તેમનું ઘણું જ પ્રભુત્વ છે, તેમણે પક્ષપલ્ટો કર્યો હોવા છતાં પણ તેમના મતોમાં કોઇ ખોટ આવી નહોતી. ભાજપમાં ભળ્યા બાદ આઠેક મહિના પહેલા પેટાચૂંટણીમાં તેઓ 1.45 લાખની જંગી લીડથી વિજેતા થયા હતા. તેઓ પણ દામ, સામ, દંડ અને ભેદની નીતિમાં માહેર છે. તેમણે કહ્યું છેકે, મારી સામે ઉમેદવાર કોઇપણ હોય તેનાથી મને કોઇ ફેર પડતો નથી. મેં જે કામ કર્યા છે તે બોલે છે અને એ કામના કારણે જ મને અત્યારસુધી પોરબંદરની બેઠકમાં જીત મળતી રહે છે.

કાંધલ જાડેજાનો દમ

કાંધલ જાડેજાનો દમ

કોંગ્રેસ અને એનસીપીની યુતિએ પોરબંદરની બેઠક એનસીપીને ફાળવી છે. જ્યાં એનસીપીએ પોરબંદર બેઠક પર કાંધલ જાડેજાને ઉમેદવાર જાહેર કર્યાં છે. કાંધલ જાડેજા કુતિયાણાના ધારાસભ્ય છે. તેઓ પોરબંદરના એકસમયના ડોન સરમણ મુંજા અને ગોડમધર સંતોકબેન જાડેજાના પુત્ર છે. જેને લઇને આ વિસ્તારમાં તે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી શકે છે. કાંધલ જાડેજા મેર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે ડિસેમ્બર-12માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી, જેમાં તેઓ ભાજપ સામે 18474 મતોની સરસાઇથી જીત્યાં હતા. કાંધલ જાડેજાએ કહ્યું છે કે લોકસભા બેઠક માટે મારી તૈયારીઓ છ મહિનાથી ચાલતી હતી.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ છે તે અંગે વાત કરવામાં આવે તો પટેલ 27 ટકા, કોળી 9.01 ટકા, દલિત 8.28 ટકા, બ્રાહ્મણ 5.37 ટકા, આહિર 6.35 ટકા, મુસ્લિમ 7.03 ટકા, ક્ષત્રિય 3.13 ટકા, મેર 3.13 ટકા છે. મતદાતાઓની ટકાવારી જણાવે છે કે આ બેઠક પર પટેલ મતદાતાઓનો દબદબો છે.

બેઠક પર એક નજર

બેઠક પર એક નજર

1977
બીએલડીઃ- ધરમસિંહ પટેલ- 143252
કોંગ્રેસઃ- રમણિકલાલ ધામી- 118823
તફાવતઃ- 24429

1980
કોંગ્રેસઃ- માલદેવજી ઓડેદરા- 162721
જનતા પાર્ટીઃ- ધરમસિંહ પટેલ- 102413
તફાવતઃ- 60308

1984
કોંગ્રેસઃ- ભરતભાઇ ઓડેદરા- 205262
ભાજપઃ- રામદાસ અમિન- 127311
તફાવતઃ- 77951

બેઠક પર એક નજર

બેઠક પર એક નજર

1989
જનતાદળઃ- બલવંતભાઇ માનવર- 198058
કોંગ્રેસઃ- ભરતભાઇ ઓડેદરા- 130689
તફાવતઃ- 67369

1991
ભાજપઃ- હિરાલાલ પટેલ-192869
જનતાદળઃ- બલવંતભાઇ માનવર- 113820
તફાવતઃ- 79049

1996
ભાજપઃ- ગોરધનભાઇ જાવિયા- 175410
કોંગ્રેસઃ- પેથલજીભાઇ ચાવડા- 100410
તફાવતઃ- 75000

 બેઠક પર એક નજર

બેઠક પર એક નજર

1998
ભાજપઃ- ગોરધનભાઇ જાવિયા- 257516
કોંગ્રેસઃ- ભરતભાઇ ઓડેદરા- 130228
તફાવતઃ- 127288

1999
ભાજપઃ- ગોરધનભાઇ જાવિયા- 210627
કોંગ્રેસઃ- બલવંતભાઇ માનવર- 109267
તફાવતઃ- 101360

2004

ભાજપઃ- હિરાલાલ પટેલ- 229113
કોંગ્રેસઃ- વિઠ્ઠલ રાદડિયા- 223410
તફાવતઃ- 5703

2009
કોંગ્રેસઃ- વિઠ્ઠલ રાદડિયા- 329436
ભાજપઃ- મુકેશભાઇ કાછરિયા-289933
તફાવતઃ- 39503

English summary
information of porbandar lok sabha constituency in gujarat. vitthal radadia for bjp and kandhal jadeja contest election for ncp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X