આ રીતે પણ થઇ શકે છે પર્યાવરણની રક્ષા, ગુજરાતીના આંગણે લીલોછમ નજારો

વિશ્વભરના શહેરોનું આધુનિકરણ થઇ રહ્યું છે, જેની સૌથી મોટી અસર પર્યાવરણને પડી છે. મસમોટી બિલ્ડિંગ્સ અને વૃક્ષોના થઇ રહેલા સતત નિકંદનના કારણે શહેરોની આબોહવામાં પરિવર્તન આવ્યું છે, જેની આડતકરી અસર સીધી શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડી છે, ત્યારે પર્યાવરણની સુરક્ષા કાજે દરેક નાગરીકે જાગુરક થવાની જરૂર છે અને તેની પહેલી રાજકોટના દિલીપભાઇ પટેલે કરી છે. દિલીપભાઇ પટેલે આધુનિકતા અને પર્યાવરણનો તાલમેલ સુંદરતાપૂર્વક કર્યો છે. તેમણે પોતાના બંગલોમાં એક હેગિંગ બાસ્કેટ બનાવ્યું છે. કહેવાય છેકે આ ગુજરાતનું સૌથી મોટું હેગિંગ બાસ્કેટ છે.

રાજકોટની યોગીરાજ 39-એ પંચવટી સોસાયટી, શેરી નં. 1 સ્થિત રહેતા જાણીતા બિલ્ડર અને પૂર્વ ધારાસભ્ય દિલીપભાઇ પટેલે પોતાના બંગલોમાં 300 જેટલા વૃક્ષો અને ફૂલોના છોડનો ઉછેર કર્યો છે અને લીલાછમ માહોલનું સર્જન કર્યું છે, જે દરેક પર્યાવરણ પ્રેમીને એક નવી દિશા દર્શાવી રહ્યું છે.

આજે ડેકોરેશન અને ઇન્ટીરિયર ડિઝાઇન થકી પોતાના બંગલોની શોભા વધરવાનું હર કોઇ ઇચ્છે છે પરંતુ પર્યાવરણની જાળવણીની સાથોસાથ બંગલો ઓપી ઉઠે તે પ્રકારે દિલીપભાઇએ પ્રવેશદ્વાર પાસે વિવિધ રંગના ફૂલછોડ અને વેલીઓથી ભરપુર જમ્બો હેગિંગ બાસ્કેટ બનાવ્યો છે. જેનું વજન અંદાજે 50 કિલોની આસપાસ છે. તેમણે ગ્રાઉન્ડ, બાલ્કિની, બીજો માળ ઉપરાંત અગાસી વિગેરેમાં અંદાજે 300 પ્રકારના ફૂલો અને વૃક્ષોનો ઉછેર કરીને એક નયનરમ્ય માહોલનું નિર્માણ કર્યું છે. જો તમે પણ ખરા અર્થમાં એક પર્યાવરણ પ્રેમી હોવ અને આધુનિકતા સાથે પર્યાવરણના તાલમેલને જાળવવા માગતા હોવ તો ચોકક્સપણે દિલીપભાઇ પાસેથી પ્રેરણા લઇ શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ તેમના આ સુંદર સર્જનને નિહાળીએ અને તેમણે ક્યાંથી પ્રેરણા લીધી છે એ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- અમદાવાદને દિવાળી બોનસઃ CMની 208 કરોડના વિકાસ કામોની ભેટ
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ખુલ્લો મુકાયો રાજ્યનો સૌથી મોટો અન્ડરપાસ
આ પણ વાંચોઃ- ગુજરાતના દરિયામાં સ્થપાશે ભારતને પહેલો વિન્ડ પાવર પ્લાન્ટ

આ હેગિંગ બાસ્કેટમાંથી લીધી પ્રેરણા

આ હેગિંગ બાસ્કેટમાંથી લીધી પ્રેરણા

દિલીપભાઇએ જણાવ્યા પ્રમાણે તેમણે અહીં રજૂ કરવામાં આવેલી તસવીરમાંથી પોતાના બંગલોમાં હેગિંગ બાસ્કેટ બનાવવાની પ્રેરણા લીધી હતી. આ માટે તેમણે અથાગ મહેનત કરી હતી, જે આજે ફળી છે.

અનેકવિધ વૃક્ષો અને ફૂલોને આપ્યું સ્થાન

અનેકવિધ વૃક્ષો અને ફૂલોને આપ્યું સ્થાન

તેમણે પોતાના આ હેગિંગ બાસ્કેટમાં વડ, પીપર, ફાઇક્સ, ચીકુ, પાઇનેપલ, નાળિયેરી, સોપારી, લીંબુ, જામફળ, અનાનસ, બોગનવેલ, ગુલાબ, જાસ્મીનની વેલીઓ, બોન્સાઇ એટીનિયમ, રાતરાણી, જાસુદ, જેન્ટેના, સલ્વીયેના,મોગરા, નરગીસ, રજનીગંધા અને કૃષ્ણવેલ સહિતના અનેકવિધ વૃક્ષો અને ફૂલોને પોતાના આંગણાની શોભા બનાવી છે.

દરેક દિશામાં હરિયાળીભર્યો નજારો

દરેક દિશામાં હરિયાળીભર્યો નજારો

તમે જ્યારે તેમને બંગલોમાં દાખલ થાઓ તો તમને દરેક ખુણે અને દિશામાં હરિયાળી પોતાની મહેક મહેકાવી રહી હોય તેવો નજારો જવા મળશે, પછી તે બેડરૂમ હોય, બાથરૂમ હોય કે પછી બાલ્કિની. આ હર્યોભર્યો નજારો નિહાળતા જ તમારી અંદર જાણે કે એ હકારાત્મક ઉર્જોનો સંચાર થઇ રહ્યો હોવાનો આભાસ તમને થવા લાગે છે.

ટ્રીપ ઇરીગેશન ટેક્નિકનો ઉપયોગ

ટ્રીપ ઇરીગેશન ટેક્નિકનો ઉપયોગ

દિલીપભાઇએ પોતાના બંગલોમાં લીલોતરીની સારસંભાળ અને ઉછેર માટે દરેક સ્થળે ટ્રીપ ઇરીગેશન ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. અગાસીની વાત કરીએ તો ત્યાં સંપૂર્ણ પાણીનો સંગ્રહ કરવામા આવે છે.

સુંદરતા સાથે સ્વચ્છતાનો અનેરો સંગમ

સુંદરતા સાથે સ્વચ્છતાનો અનેરો સંગમ

તેમણે બંગલોમાં જે હેગિંગ બાસ્કેટ બનાવ્યું છે, તેમાં સુંદરતાની સાથે સ્વચ્છતાનો અનેરો સંગમ રચ્યો છે. જંતુનાશક દવા, માટીની ફેરબદલ, કુંડાઓ બદલવા વિગેરે બાબતોમાં તેઓ અંગત રસ લઇને સ્વમહેનતે તેની જાળવણી કરી રહ્યાં છે. એક પિતા પોતાના બાળકની જે પ્રકારે માવજત કરે એ જ રીતે તેઓ પોતાના આ બગીચાની માવજત કરી રહ્યાં છે.

પર્યાવરણ પ્રેમીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ

પર્યાવરણ પ્રેમીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ

રાજકોટમાં દિલીપભાઇનો બંગલો, યોગીરાજ, હાલ ફળ, ફુલ અને વૃક્ષોનું એક જીવંત મ્યુઝિયમ બની ગયો છે. જેને માણવુ, સમજવુ અને અનુસરવુ દરેક પર્યાવરણ પ્રેમીને ગમશે. આ એક પ્રેરણારૂપ ઉદાહરણ છે, જે તેમણે પૂરુ પાડ્યું છે. જો તમે પણ ખરા અર્થમાં એક પર્યાવરણ પ્રેમી હોવ તો આ પહેલને જરૂરથી અનુસરશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X