વ્હાર્ટનમાં બૌદ્ધિક તાલિબાનીએ કર્યો મોદી પર હુમલો
(કિશોર ત્રિવેદી દ્વારા) અમદાવાદઃ ત્રીજી માર્ચે સાંજે ભારત પર એક અલગ પ્રકારનો આતંકી હુમલો થયો. આ હુમલો કર્યો છે બૌદ્ધિક તાલિબાનીઓએ. જે વ્હાર્ટનમાં છે. વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં અચાનક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું વિશેષ ભાષણ રદ કરવામાં આવ્યું. આ હુમલા પાછળ કોનો હાથ હોઇ શકે છે, તે શોધવું સાવ સહેલું છે. કારણ કે, આવું થશે તેવી ભવિષ્યવાણી એક રિપોર્ટમાં પહેલેથી જ થઇ ચૂકી હતી.

પેનેસિલ્વેનિયા વિશ્વવિદ્યાલયની સંસ્થાન વ્હાર્ટન તરફથી જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે હું ચોંકી ગયો. મને લાગ્યું કે આવી વિચારસરણી રાખનારી સંસ્થાનને ટોચ પર રહેવાનો કોઇ અધિકાર નથી. જે સંસ્થાન ફ્રીડમ ઓફ સ્પીચ એટલે કે બોલવાના અધિકારને વધારો આપી શકતી નથી, તેને આપણે વિશ્વની ટોચ સંસ્થાનોમાં કેવી રીતે ગણી શકીએ?
ચાલો આમા જે વ્યક્તિઓની ભૂમિકા રહી છે તેમની સાથે અમે તમને રૂ-બ-રૂ કરાવીએ. તે છે અનિયા લૂંબા. તેમણે સૌથી પહેલા કહ્યું કે મોદીને વ્હાર્ટનમાં આમંત્રિત કરવામાં આવવા ના જોઇએ. જેએનયૂમાં પોતાની લાંબી કારકિર્દી વ્યતિત કરનારી લૂંબીએ ત્યારે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે મોદી શ્રી રામ કોલેજમાં ભાષણ આપવા જઇ રહ્યાં હતા, પરંતુ મોદીનું ભાષણ થયું અને લાખો યુવાનો પ્રભાવિત થયા. આ પહેલા પણ ઘણી વખત તે વિરોધ કરી ચૂક્યા છે, પરંતુ તેમના વિરોધથી એવું પ્રતિત થાય છે કે મોદીનો વિરોધ કરવાથી તેમની રોજી-રોટી ચાલી રહી છે.
જો કે, વાત થઇ રહી છે ફ્રીડમ ઓફ સ્પીચની. તો વિશ્વનો દરેક વ્યક્તિ અને સંગઠન આઝાદ છે, તે ઇચ્છે તો મોદીની વાતો સાથે સહમત થાય અથવા ના થાય. તેમના રાજકીય વિચારોને માને અથવા તો ના માને, પરંતુ કોઇનો બોલવાનો અધિકાર તેની પાસેથી છીનવવો કદાચ ના જોઇએ. ખાસ વાત એ છે કે મોદીના ભાષણને રદ કરવામાં આવ્યા બાદ ગૌતમ અદાણી અને સુરેશ પ્રભુએ પણ આ સમારોહનો ભાગ બનવાનું રદ કરી નાંખ્યું છે. મને આશ્ચર્ય છે કે મોન્ટેક સિંહ અહલૂવાલિયા, દિલિપ ચેરિયાન અને મિલિંદ દેવરાને કોણ રોકી રહ્યું છે તેમનું નામ પરત લેવાથી. શબાના આઝમી અને જાવેદ અખ્તર પણ આ ફોરમમાં છે. તેમને પોતાના નામ પરત લેતા કોણ રોકી રહ્યું છે, શું દેશના ગૌરવ કરતા વધારે છે ઇમેજ બનાવવી? હું કલર્સ ચેનલના માલિક રાઘવ બહલને અપીલ કરીશ કે તે પોતાની સ્પોન્સશીપ પરત લઇ લે.
આ આખા પ્રકરણથી મારા દિમાગમાં બે પ્રશ્નો ઉઠ્યા છે. પહેલો કે આ કાર્યક્રમમાં ઇનક્રિડેબલ ઇન્ડિયાને સૂચીબદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ભારતના કોઇ એક ભારતીય અથવા એક રાજકીય મુખ્યમંત્રીને બોલતા રોકી દીધા, તો ભારત સરકારે પોતાનું સમર્થન જારી કેમ રાખેલું છે? બીજી વાત એ છે કે અંગ્રેજી ચેનલ્સ દ્વારા આ મામલાને વધારીને વિશ્વ સામે રજૂ કરવું. અમે વ્હાર્ટન પર આરોપ લગાવી રહ્યાં છીએ, પરંતુ એ લોકોનું શું જે આપણા પોતાના છે? શું તેમના માટે દેશના સન્માનથી વઘારેથી કંઇ છે?
( આ લેખ લેખક કિશોર ત્રિવેદીના અંગ્રેજીમાં પ્રકાશિત લેખનો ભાગ છે)












Click it and Unblock the Notifications
