For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભાજપ વજુભાઈ વાળાને મોટી જવાબદારી આપવા જઈ રહ્યું છે?

કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત થઈ હાલ ગુજરાત પરત ફર્યા છે. વજુભાઈ વાળા ગુજરાતમાં પરત ફર્યા ત્યારથી તેમના રાજકિય ભવિષ્યને લઈને તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

By By Desk
|
Google Oneindia Gujarati News

કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત થઈ હાલ ગુજરાત પરત ફર્યા છે. વજુભાઈ વાળા ગુજરાતમાં પરત ફર્યા ત્યારથી તેમના રાજકિય ભવિષ્યને લઈને તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બીજી તરફ વજુભાઈએ પણ એ સાફ કર્યુ છે કે તેઓ હજુ રાજનીતિમાંથી નિવૃત થવાના મુડમાં નથી. આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસે વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ વધુ એક વખત ચર્ચાઓ જોર પકડ્યુ છે.

Gujarat politics

વજુભાઈ વાળા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ હવે અટકળો લાગી રહી છે કે વજુભાઈને ગુજરાતમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. મીડિયા સાથે વાત કરતા વજુભાઈએ કહ્યું હતુ કે, વિજય રૂપાણી નીડર નેતા છે. મેં તેમને આશીર્વાદ આપ્યા છે. 2022માં સંગઠન વિશે વાત પાર્ટી અને નેતાઓ કરશે. જે જવાબદારી વિજયભાઇને સોંપવામાં આવે એ કામરીગી કરે છે. કોઇનો મારે સફાયો કરવો નથી, મારે ભાજપને આગળ વધારવું છે. ભાજપ સંગઠનના મહામંત્રી બદલવાના મામલે વજુભાએ જણાવ્યું હતું કે સંઘ પોતાના આયોજન મુજબ કામ કરતું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણિયાની જગ્યાએ રત્નાકરજીને કારભાર સોંપવામાં આવ્યો છે. બીજી તરફ મુલાકાતને લઈને વજુભાઈએ સ્પષ્ટ કર્યુ છે કે આ મુલાકાતમાં કોઈ રાજકિય ચર્ચા થઈ નથી. આ માત્ર શુભેચ્છે મુલાકાત હતી.

વજુભાઈ વાળા વર્તમાનમાં ગુજરાતની રાજનીતિમાં સૌથી અનુભવી નેતા છે. તેમની પાસે સરકાર અને સંગઠન બન્નેનો લાંબો અનુભવ છે. વજુભાઈ વાળા સરકારમાં નાણામંત્રી અને ભાજપના પ્રમુખ પણ રહી ચુક્યા છે. ગુજરાતમાં હાલ ભાજપ માટે કપરી સ્થિતી છે ત્યારે વજુભાઈનો અનુભવ ભાજપની ડુબતી નૈયા પાર ઉતારી શકે છે. તેમના અનુભવ અને જમીની સમજને કારણે જ કર્ણાટકથી પાછા ફર્યા બાદ સતત તેમની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો ચાલી રહી છે. રાજકિય વર્તુળોની ચર્ચાઓને માનિયે તો 2022ની ચૂંટણીમાં વજુભાઈ વાળાને મહત્વની જવાબદારી અપાઈ શકે છે. આ ચૂંટણીમાં વજુભાઈ વાળાને સરકાર અને સંગઢન વચ્ચેની કડીરૂપ માર્ગદર્શક બનાવવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં ભાજપ માટે સ્થિતી સારી નથી ત્યારે વજુભાઈનો અનુભવ કામ લાગે તેમાં કોઈ બેમત નથી. હવે જોવાનું એ રહે છે કે વજુભાઈને ક્યાં જગ્યા અપાય છે.

English summary
Is BJP going to give big responsibility to Vajubhai Wala in Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X