For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ગુજરાતમાં ફરીથી નિયંત્રણો લાદવાની તૈયારીમાં છે સરકાર?

રાજ્યમાં હાલ તો કોરોના કાબુમાં છે અને કોઈ પણ મૃત્યુ નથી થઈ રહ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને ચેતવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં હાલ તો કોરોના કાબુમાં છે અને કોઈ પણ મૃત્યુ નથી થઈ રહ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને ચેતવ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર સંપુર્ણ કાબુમાં આવી ગઈ છે પરંતુ ત્રીજી લહેરની આગાહીઓ વચ્ચે સરકાર પણ ચિંતામાં છે. બીજી લહેરમાં રાજ્યમાં જે અંધાધુધી ફેલાઈ હતી તેને જોતા હવે સરકાર અને નાગરિકો કોરોનાને હલકામાં લે તે પોછાય એમ નથી. એટલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને ચેતવ્યા છે.

કેસ વઘશે તો નિયંત્રણો ફરીથી મુકાશે-વિજય રૂપાણી

કેસ વઘશે તો નિયંત્રણો ફરીથી મુકાશે-વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી 5 વર્ષ પુરા થતાા કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પહોંચ્યા હતા, ત્યાં તેમને કોરોનાને લઈને વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના કેસ વધશે તો ફરીથી નિયંત્રણો મુકાશે. જ્યારે કેસ વધશે ત્યારે પાછા નિયંત્રણો લાદવ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે કેસ ઓછા છે એટલે નિયંત્રણો હળવા કર્યા છે. કેસ વધશે તો ફરીથી નિયંત્રણો લાગુ કરાશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતી

રાજ્યમાં કોરોનાની સ્થિતી

બીજી તરફ રાજ્યમાં કોરોનાની સ્થિતીની વાત કરીએ તો, હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના કોઈ કેસ નથી. છેલ્લા 24 કલાકમાં માત્ર 17 કેસ નોંધાયા છે અને કોઈ મોત થયુ નથી. આ 24 કલાક દરમિયાન 42 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. હાલ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા છે. બીજી તરફ રાજ્યમાં હાલ 226 કુલ દર્દીઓ સારવાર પર છે. જે પૈકી 05 દર્દી વેન્ટિલેટર પર અને 221 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યારસુધીમાં 8,14,637 લોકો સારવાર લઈ ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10076 લોકોના મોત થયા છે.

રાજ્યમાં રસીકરણની સ્થિતી

રાજ્યમાં રસીકરણની સ્થિતી

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 ડોઝ અપાઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 45 થી વધારેની ઉંમરના 81989 નાગરિકોને રસીનો પ્રથમ અને 39558 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18 થી 45 વર્ષના 1,85,965 દર્દીઓને રસીનો પ્રથમ અને 30979 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સની વાત કરીએ તો 171 લોકોને પ્રથમ અને 4525 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 3,43,187 નાગરિકોને છેલ્લા 24 કલાકમાં રસી અપાઈ છે.

આ જિલ્લાઓમાં કોરોનાના કોઈપણ કેસ નહીં

આ જિલ્લાઓમાં કોરોનાના કોઈપણ કેસ નહીં

જિલ્લા પ્રમાણે વાત કરીએ તો આજે અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 2, આણંદ 1, જામનગર 1, જૂનાગઢ 1, મહેસાણા 1, નવસારી 1, પાટણમાં 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લામાં કોઈ કેસ નથી નોંધાયા.

English summary
Is the government preparing to impose restrictions again in Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X