For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરત જહાં કેસ: આરોપી અધિકારીઓએ CBI પાસે માંગ્યા વધુ દસ્તાવેશ

|
Google Oneindia Gujarati News

isharat jahan
અમદાવાદ, 1 ઑગસ્ટ : ગુજરાતના બહુચર્ચિત ઇશરત જહાં કથિત એન્કાઉન્ટર કેસમાં બે આરોપી પોલીસ અધિકારીઓએ આ કેસની પહેલા તપાસ કરી રહેલી એજન્સીઓ દ્વારા સાક્ષીઓના લેવાયેલા તમામ નિવેદનોની નકલ પુરી પાડવાનો અનુરોધ કર્યો છે. આ અધિકારીઓની સામે 2004ના આ એન્કાઉન્ટરમાં સીબીઆઇએ આરોપ પત્ર દાખલ કરાયો છે.

આરોપી પોલીસ અધિકારી જી એલ સિંઘલ અને તરુણ બારોટે પોતાના વકીલ બૃજરાજસિંહ ઝાલાના માધ્યમથી આજે આ સંબંધમાં એક અરજી અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એચ એસ ખુતવાડ સમક્ષ દાખલ કરી. કોર્ટે આ વિષય પર સુનાવણીની તારીખ પાંચ ઓગસ્ટ નિર્ધારિત કરી છે.

સીબીઆઇએ ચાર જુલાઇના રોજ દાખલ કરેલા આરોપ પત્રમાં જે સાત આરોપિયોના નામ દાખલ કર્યા છે તેમાં છ આરોપી પોલીસ કર્મચારિઓને કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી આરોપપત્રની સાથે વિભિન્ન દસ્તાવેજની નકલ પણ આપવામાં આવી છે.

જોકે, સિંઘલ અને બારોટે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ક્રાઇમ પ્રક્રિયા સંહિતાની ધારા 161 અંતર્ગત પૂર્વમાં ડીસીબી ક્રાઇમબ્રાંચ, અમદાવાદ અને ઉચ્ચ ન્યાયાલયના આદેશ હેઠળ બનાવવામાં આવેલી એસઆઇટી જેવી એજન્સીઓ દ્વારા નોંધવામાં આવેલા નિવેદનોની પ્રતો પણ તેમને સોંપવામાં આવે, જે તેમને આપવામાં આવી નથી.

English summary
Two accused police officers, charged by CBI in the 2004 Ishrat Jahan alleged fake encounter case, on Thursday sought copies of all previous statements of witnesses as recorded by the earlier probing agencies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X