ભરૂચની ઘટના બાદ ડભોઇમાં જૈન સમાજની રૈલી, તસવીરો
ડભોઇ, 5 જાન્યુઆરીઃ ભરૂચ નજીક આવેલા નબીપુર પાસે વહેલી સવારે અજાણ્યા વાહનચાલક દ્વારા બે જૈન સાધુઓને અડફેટે લીધા બાદ તેમનું મોત નીપજતાં સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જાગ્યો છે અને આ અકસ્માત સર્જનારા આરોપી સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભરૂચમાં થયેલી ઘટનાને લઇને ગુજરાતના વિવિધ શહેરોમાં જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી રહી છે અને પોતાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે શનિવારે જૈન સમાજ દ્વારા એક રેલી યોજીને પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાધુ સંતોના અકસ્માત માટે જવાબદારને સજા કરો, સાધુ સંતોનું રક્ષણ કરો, સાધુ સંતો, પદયાત્રીઓ માટે માર્ગો પર અલગ સુવિધા ઉભી કરો, અહિંસા પર હિંસા બંધ કરો સહિતના નારા સાથે રેલી યોજવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ નજીક નબીપુર પાસે વિચરણ કરતાં બે યુવાન જૈન સાધુઓને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ ઘટના બાદ જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી અને બેફામ દોડતા વાહનો સામે જૈન સમાજમાં રોષની લાગણી પણ પ્રગટી હતી. ઘટનાનો વિરોધ કરતા બંને યુવાન જૈન સાધુઓના અંતિમ સંસ્કાર અકસ્માતના સ્થળ પર આપવાનો નિર્ણય લેવાયો હતો. તસવીરો- હસન ખત્રી, ડભોઇ

ડભોઇમાં જૈન સમાજની રૈલી

ડભોઇમાં જૈન સમાજની રૈલી

ડભોઇમાં જૈન સમાજની રૈલી

ડભોઇમાં જૈન સમાજની રૈલી













Click it and Unblock the Notifications
