જલારામ બાપાની 217મી જન્મજયંતિની ખાસ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

વિક્રમ સવંત 1856 કારતક સુદ સાતમનાં રોજ ગુજરાતના વીરપુર ગામમાં જલારામ બાપાનો જન્મ થયો હતો. ત્યારે આજે તેમની આજે બસો સત્તરમી જ્ન્મજયંતિ વીરપુરમાં ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહી છે. પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઇનાં ઘરે જન્મેલા જલારામ બાપા ભૂખ્યાને રોટલો આપવાની ધૂણી ધખાવીને આ સમગ્ર પથંકને તેમના પૂણ્યોથી ધન્ય કરી દીધો છે.

jalaram bapa

ત્યારે તેમની 217મી જન્મ જયંતીની તડમાર તૈયારીઓ વીરપુરમાં પાછલા કેટલાક દિવસોથી જ શરૂ થઇ ગઇ હતી. ત્યારે આજે તેમના જન્મદિવસને વીરપુરના ગ્રામજનોએ કેવી રીતે ઉજવ્યો જુઓ આ તસ્વીરોમાં...

jalaram

ભૂખ્યોને રોટલો
"ભૂખ્યાને રોટલો" બસ આજ વાતને જીવનભર જીવી હતી જલારામ બાપાએ. ત્યારે આ નાનકડા ગામમાં આજે પણ આ મંદિરમાંથી કોઇ ભૂખ્યુ નથી જતું. આજે પણ બાપાના મંદિરનો પ્રસાદ ભક્તોના પેટને ટાઢક વાળે છે.

jalaram


ભક્તિનો ઉમળકો

વળી મોટી સંખ્યામાં ભક્તજનો વીરપુર ઊમટ્યા હતા અને બાપાની પ્રસાદી ખાઇ ધન્યતા અનુભવી હતી. એટલું જ નહીં વ્હાલા બાપાની જન્મ જયંતી ઉજવવાનો ઉત્સાહ ભક્તજનોમાં જોતા જ બનતો હતો. આજે નાનકડા વીરપુરમાં જાણે દિવાળી હોય તેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતા હતા.

jalaram temple

ઘરે ઘરે ઉજવણી

લોકોએ પોતાના ઘર આંગણે રંગોળી અને તોરણની સજાવટ કરી હતી. એટલું જ નહીં જલારામબાપાની 217મી જન્મ જયંતિ મનાવવા ગ્રામિણ લોકોએ ટેબ્લો મૂક્યા છે.

cake

217 કિલોની કેક

એટલું જ નહીં વીરપુરમાં વેપારીઓ દ્વારા આજે બાપાની 217મી જન્મ જયંતિ નિમિત્તે 217 કિલોની કેક બનાવવામાં આવી હતી. અને વહેલી સવારે જ કેક કાપી જય જલ્યાણનો જયજય કાર કરવામાં આવ્યો હતો અને કેકને પ્રસાદી સ્વરૂપે ભાવિકોને આપવામાં આવી.

English summary
Virpur: Jalaram bapa 217 birthday see the photos here.
Please Wait while comments are loading...