જામનગરમાં હાર્દિક પટેલનો વિરોધ, કાર પર ફેંકાયા ટામેટા

Subscribe to Oneindia News

જામનગરમાં મોડી રાત્રે પાસ અને એસપીજીના સમર્થકો સામ-સામે થઇ જતાં ઝપાઝપીના દ્રષ્યો સર્જાયા હતા. પાસના કન્વીનર હાર્દિક પટેલની કાર પર ટેમેટા ફેંકાયા હતા. આની સામે જવાબ આપતાં હાર્દિક પટેલના સર્મથકોએ એસપીજીના પ્રમુખ પર લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલ પ્રમુખને સારવાર અર્થે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

hardik

હાર્દિક પટેલ ઉમા-ખોંડલની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યકમમાં હાજરી આપવા આવેલા હતા, જ્યાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગોકુલનગર નજીક હાર્દિકની કાર પર એસપીજીના કાર્યકરો દ્વારા ટામેટા ફેંકી વિરોધ કરવામાં આવ્યો હતો. સામે હાર્દિક પટેલના સર્મથકો પણ લાકડી લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે લાકડીથી એસપીજીના પ્રમુખ જીતુ અરસોડા પર હુમલો કર્યો હતો. હુમલામાં જીતુ અરસોડાને માથાના ભાગે ઈજા થતાં તેમને જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એસપીજીના પ્રમુખ જીતુ અરસોડાએ પોલીસમાં 25 લોકો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

hardik

આ પહેલા પણ જ્યારે હાર્દિક પટેલ લાલપુરમાં સભા ભરવા આવ્યા હતા ત્યારે એસપીજીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે વખતે એસપીજીના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો.

English summary
Jamnagar: Clash between PAAS and SPG leaders. SPG leaders thew tomatoes at Hardik Patel's car.
Please Wait while comments are loading...