જામનગર: આરોગ્ય વિભાગ દ્વારા આઇસક્રીમ પાર્લરમાં દરોડા

Subscribe to Oneindia News

જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી શહેર ભરમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે આરોગ્ય વિભાગની દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ હાથધર્યું હતું. બરફના ગોળાવાળા, આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ અને ફ્રુટ વેચતા વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ મનમોજી ગોલા અને કોલ્ડ્રિક્સને ત્યાં ગોલાના નમૂના પણ લીધા હતા. અને પટેલ કોલોની વિસ્તારમાં અન્ય એક દુકાન મહાવીર આઈસ્ક્રીમ પાર્લરમાં ચેકિંગ હાથધર્યું હતું. આઇક્રીમ પાર્લર ને ત્યાં જુદી-જુદી ફ્લેવર ની આઈસ્ક્રીમના નમૂના લીધા હત.

riad

પંચવટી વિસ્તારમાં ફ્રુટ અને જ્યુસ વેચતા વેપારીને ત્યાં આરોગ્ય વિભાગની દરોદ પાડી 150 કિલો કાર્બાઈડથી પકવેલી કેરી અને કલર યુક્ત 10 કિલો મેંગો શેક અને કેરી પકાવવા માટે ઇથીનીલને જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. વધુમાં લીધેલા નામુનાને વડોદરાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કાઈ પણ અખાદ્ય અને ભેળસેળવાળી વસ્તુ મળશે તો વેપારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. જામનગરમાં આરોગ્ય વિભાગની ટીમે દ્વારા 26 સ્થળે દરોડા પાડી 1200 કિલો થી વધુ કેરી અને 25 કિલો જેટલો અખાદ્ય ફ્રૂટનો નાશ કરવામાં આવ્યો હતો.

English summary
Jamnagar: Health Department Raids on Ice Cream Shop.Read here more.
Please Wait while comments are loading...