જામનગરમાં સફેદ પથ્થરના ગેરકાયદે ખનનમાં LCBએ ઝડપ્યો 90 લાખનો માલ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાતમાં રેતી અને પત્થરમાં ગેરકાયદે ખનન વધતુ જાય છે ત્યારે હવે પોલીસ પણ સાબૂદ થઈ છે. અને જુદા જુદી જગ્યાએથી ખનને રોકવા માટે પગલા લઈ રહી છે. જામનગરમાં પોલીસે સફેદ પત્થરના ગેરકાયદે ખનન થતા હતા ત્યાં રેડ પાડીને 90 લાખનો જત્થો ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે જામનગર નજીક દેવ ભૂમિ દ્વારકા ના ભાણવડથી જામ જોધપુર તરફ આવી રહેલા 750 ટન સફેદ પથ્થર એટલે કે બેલા જે બિલ્ડીંગ ના ચણતર કામમાં ઈંટ ની જગ્યા એ કામ આવે છે.આ બાતમીને આધારે લોક ક્રાઇમ બ્રાન્ચે તે જગ્યાએ દરોડા પાડી તે ભરેલા 28 ટ્રક ઝપ્ત કરી છે.

crime

ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવ્યું હોવાના કારણે જામનગર એલ.સી.બી. દ્વારા રૂપિયા 90 લાખની કિંમત ના બેલા નો જથ્થો અને 2.10 કરોડ ની કિંમત માં ટ્રક મળી કુલ 3 કરોડ ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ખાણ અને ખનીજ વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઇડરમાં પણ સાબરકાંઠાના ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઇડરિયા ગઢમાં ચાલી રહેલી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ અટકાવવાની માંગ સાથે બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને સમિતિએ આક્ષેપ લગાવ્યો છે કે વહીવટી તંત્ર ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે કોઈ પગલાં નથી ભરી રહી.

English summary
Jamnagar : LCB detained 28 Trucks white-stone, which comes from illegal mining.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.