કામની ખબર: 13-14 સપ્ટેમ્બરે અ'વાદના આ રસ્તાઓ પર ના જતાં

Written By:
Subscribe to Oneindia News

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાતના અમદાવાદની બે દિવસની મુલાકાતે આવવાના છે. 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ તેમની આ મુલાકાત દરમિયાન તે બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત સમેત સાબરમતી આશ્રમ અને મહાત્મા મંદિરની મુલાકાત લેવાના છે. ત્યારે સુરક્ષાના કારણોથી તેમની મુલાકાત પહેલા અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર ખાતે સંકળાયેલા કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ કયા રસ્તા છે તે અંગે વિગતવાર જાણો અહીં...

ahmedabad
  • શાહીબાગથી ડફનાળા તરફ એરપોર્ટ સર્કલથી એરપોર્ટ જવાનો બન્ને સાઇડનો રોડ બંધ રાખવામાં આવશે.
  • ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ, સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ સુધીનો રોડ પણ બંધ રાખવામાં આવશે.
  • દિલ્હી ચકલાથી વિજળીઘર ચાર રસ્તા અને જિલ્લા પંચાયત લાલ દરવાજાથી રૂપાલી સિનેમા સુધીનો રોડ પણ બંધ રખાશે.
  • નહેરુબ્રિજથી રૂપાલી સિનેમા સુધીનો રોડ પણ બંધ રાખવામાં આવશે.

ઉપરોક્ત રોડ 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન જ જ્યારે બન્ને દેશના વડાપ્રધાન આ રસ્તાઓ પરથી પસાર થશે ત્યારે અમુક સમય સુધી સુરક્ષા કારણોથી બંધ રાખવામાં આવશે.

English summary
Japan PM visit: Ahmedabad traffic department issued traffic advisory during pm visit
Please Wait while comments are loading...