કુકર્મી જયેશ પટેલની કબૂલાતઃ "હા મેં કર્યું હતું દુષ્કર્મ"
વાઘોડિયામાં આવેલી પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર જયેશ પટેલે આખરે કબૂલાત કરી લીધી છે કે તેણે વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કર્યો હતો. જયેશની પૂછપરછ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હતા. જે બાદ એસલીબી કચેરી ખાતે તેની પુછપરછ કરવામાં આવી રહી હતી. આ પૂછપરછ દરમિયાન કુકર્મી જયેશ ભાંગી પડયો હતો. અને પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
જોકે જયેશને પટેલને નિવેદન લખાવતી વખતે ડિપ્રેશન થઈ ગયું હતું અને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયેશ પટેલે કરેલી દુષ્કર્મની કબૂલાતને રેન્જ આઇજી જી.એસ. મલિકે પણ સમર્થન આપ્યું છે. નોંધનીય છે કે આ કબૂલાત પછી તે વાત પણ બહાર આવી શકે છે કે જયેશે આ પહેલા પણ અન્ય કોઇ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું છે કેમ?

કુકર્મી જયેશ પટેલ
નોંધનીય છે કે પીડિયા સિવાય પર અન્ય યુવતીઓએ કોર્ટ સમક્ષ જયેશ પટેલ દ્વારા તેમની સાથે દુષ્કર્મ કર્યો હોવાની વાત બહાર આવી હતી. ત્યારે જ્યાં જયેશ પટેલે આ કેસમાં તેનો ગુનો કબૂલી લીધો છો ત્યારે અન્ય કેસ અંગે પણ જલ્દી જ પડદાર્ફાશ થશે તેવી આશા સેવાઇ રહી છે.

યુવતીઓનું લિસ્ટ
નોંધનીય છે કે જયેશ પટેલ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ તે પછી તેના ઘરે પોલિસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અનેક યુવતીઓના રહેણાંક અને ફોન નંબર સાથે પર્સનલ ડિટેલ મળી આવી હતી.

સેક્સવર્ધક દવાઓ
સાથે જ પોલિસના આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલિસને જયેશ પટેલના ઘરમાંથી અશ્વગંધા જેવી કુદરતી સેક્સવર્ધક દવાઓ પણ મળી આવી હતી.

કુકર્મી જયેશ પટેલ
ત્યારે જ્યારે જયેશ પટેલે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે ત્યારે આવનારા દિવસોમાં જયેશ પટેલની આ કામલીલા પરથી પડદો ઉઠશે અને પીડિયાને યોગ્ય ન્યાય મળશે તેવી આશા સેવાઇ રહી છે.












Click it and Unblock the Notifications
