
મધ્ય પ્રદેશ હનીટ્રેપના આરોપી જીતૂ સોનીની ગુજરાતથી ધરપકડ
ગાંધીનગરઃ મધ્ય પ્રદશ હનીટ્રેપ કેસના આરોપી જીતુ સોનીને ગુજરાતથી દબોચી લવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા ગુજરાત પોલીસે અમરેલીથી જીતુના ભાઇ મહેન્દ્ર સોની ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારી મુજબ જીતુ સોની પર 1.6 લાખ રૂપિયાનું ઇનામ છે. તેના પર જમીનો પર કબ્જા, બ્લેકમેલિંગ, બળાત્કાર, જબરદસ્તી વસૂલી અન છેતરપિંડાના મામલા નોંધાયેલ છે. જીતુ સોનીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં કોર્ટે આરોપીને 3 જુલાઇ સુધીની પોલીસ રિમાંડ પર મોકલી આપ્યો છે.

કોણ છે જીતુ સોની?
ઇન્દોરથી પ્રકાસિત થતા લોકસ્વામી અખબારના માલિક જીતુ સોની પર હોટલ 'માઇ હોમ'માં મંજૂરી વિના ડાંસ બાર ચલાવવાનો આરોપ છે. ઇન્દોર પોલીસ મુજબ હોટલમાં કેટલીય યુવતીઓને બંધક બનાવી કામ કરાવવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં પોલીસ અને પ્રશાસનની જોઇન્ટ ટીમે ગીતા ભવન ચોક પાસે આવેલ આ હોટલમાં દરોડા પાડ્યા અલગ અલગ રૂમમાંથી 67 છોકરીઓને છોડાવી હતી. બંધક બનાવાયેલી આ છોકરીઓનું બાઉન્સર અને અન્ય વ્યક્તિઓ દ્વારા યૌન શોષણ કરાતું હતું.

નેતાઓ અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવતો હતો
આરોપ છે કે જીતુ સોની પોતાની હોટલમાં નેતાઓ અને અધિકારીઓને બોલાવી તેમને હનીટ્રેપમાં ફસાવતો હતો અને તેમની પાસેથી પૈસા વસૂલતો હતો. સરકારે માફિયા અભિયાન અંતર્ગત જીતુની ઑફિસ અને બંગલો તોડાવી નાંખ્યા હતા. હનીટ્રેપ મામલાનો ખુલાસો થયા બાદ જીતુ પર પોલીસે 40થી વધુ કેસ નોંધ્યા. જ્યારે કેટલાય કેસમાં તેની સાથે તેના પરિવારના સભ્યોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

જીતૂ સોનીની ગુજરાતથી ધરપકડ
જણાવવામાં આવે છે કે 4 દિવસ પહેલા રેડની સૂચના મળતા જ જીતુ સોની રાજકોટ સ્થિત એક ફાર્મ હાઉસથી ફરાર થઇ ગયો હતો. જે બાદ બીજીવાર લોકેશન કાઢવામાં આવી અને છ ટીમોએ અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા. આ વખતે તેને ભાગવાનો મોકો ના મળ્યો અને જીતુને ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર પરથી દબોચી લેવામાં આવ્યો.
કોવિડ 19 બાદ મુંબઇમાં કાવાસાકી બીમારીનો કહેર, કેટલાય લોકોમાં લક્ષણ જોવા મળ્યા