For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ નવસારીમાં ઉમેદવારા માટે કર્યો પ્રચાર

નવસારીના બી.આર. ફાર્મ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુઘીર મુનગંટીવારની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભા યોજાઇ હતી જેમાં નવસારીના ઉમદેવાર રાકેશભાઇ દેસાઇને જીતાડવા

|
Google Oneindia Gujarati News

નવસારીના બી.આર. ફાર્મ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુઘીર મુનગંટીવારની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભા યોજાઇ હતી જેમાં નવસારીના ઉમદેવાર રાકેશભાઇ દેસાઇને જીતાડવા આહવાહન કરવામાં આવ્યું હતું.

J.P NADDA

નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં JNUમાં સુત્રોચ્ચાર થતા કે અફઝલ હમ શર્મિદા હૈ.. તેરે કાંતિલ જીંદા હૈ.. અને રાહુલ ગાંઘી JNUપહોંચી કહે કે અમે તમારી સાથે છીએ. JNUમાં સુત્રોચ્ચાર થાય તે ભારત તેરે તુકડે હોંગે ઇન્સાહઅલ્લાહ.... ઇન્સાઅલ્લાહ..તેની સાથે રાહુલ ગાંઘી જોડાય તો તે ભારત જોડવા નિકળ્યા છે કે તોડવા ? કોંગ્રેસ ભારતને તોડવા નિકળ્યુ છે જોડવા નહી. આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં એક નવી પાર્ટી આવી જે ઉત્તર પ્રદેશમાં 350 બેઠકો પરથી ચૂંટણી લડયા જેમાંથી 349 પર ડિપોઝિટ જપ્ત થઇ.

ઉત્તારખંડમાં પણ ચૂંટણી લડયા અને તેનો મુખ્યમંત્રીનો ઉમેદવાર આજે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. 69 બેઠકો પરથી ચૂંટણી લડયા તેમાંથી 65 બેઠકો પર આપ પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઇ. ગોવામાં 39 બેઠકો પર ચૂંટણી લડયા અને 35 બેઠકો પરથી ડિપોઝિટ જપ્ત થઇ. હિમાચલમાં 67 બેઠકો પર ચૂંટણી લડયા છે પરંતુ 8 ડિસેમ્બર 67 બેઠકો પર ડિપોઝિટ જવાની છે તે નક્કી છે.

જે.પી નડ્ડાએ આદિવાસી સમાજ માટે સરકારે કરેલા કામ અંગે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત અને દેશમાં ભાજપની સરકારે આદિવાસી સમાજ માટે જે કામ કર્યુ છે તે કામ પહેલા કોઇ પાર્ટીએ કર્યુ નથી. આપણા દેશનાં રાષ્ટ્રપતી પણ આદિવાસી હોઇ શકે તેવો પહેલા કોઇ રાજકીય પાર્ટીને વિચાર નથી આવ્યો. દેશના પ્રધાનસેવકે ગરિબ પરિવારો માટે આયુષ્યમાન ભારત યોજના થકી પાંચ લાખ રૂપિયા સુઘીની દર વર્ષે સારવાર કરી શકે તેની વ્યવસ્થા કરી. પહેલાની સરકારે જનતાને પાકા મકાનો નથી આપ્યા પરંતુ ભાજપે 3 કરોડ 60 લાખ પાકા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશની જનતાને આપ્યા છે. પહેલા પિવાના પાણી માટે ટેન્કર રાજ હતું પરંતુ ભાજપ સરકારમાં આજે હર ઘર નળ હર ઘર જલ યોજના થકી પિવાનું પાણી પહોંચાડ્યું છે.

નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્યો છે. આજે આ સભામાં આપ સૌએ માસ્ક નથી પહેર્યુ આપણે સૌ એક બીજાની પાસે બેસી શકીએ છીએ. અત્યારે તો અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન પણ માસ્ક વગર નથી ફરતા કારણ કે અમેરિકા પણ કોરોનાથી બહાર નથી નિકળ્યો, પરંતુ 130 કરોડનો આપણો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને કોરોની રસીના ડબલ ડોઝ આપી કોરોનાથી સુરક્ષિત કર્યો.

જાહેરસભામાં ઉમેદવારશ્રી રાકેશભાઇ દેસાઇએ જનસભાને સંબોધતા જણાવ્યું કે, નવસારી વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ મને ગરીબ , ખેડૂત,ખેતમજૂર સૌની સેવા કરવાની અમુલ્ય તક આપી છે. આ તકને અવસરમાં બદલી મારી નવસારીની જનતાની સેવા કરવા હું કટીબદ્ધ છું. ડબલ એન્જિનની સરકારે કોઇ પણ પરિસ્થિતિમાં જનતા જનાર્દનની સેવા કરવામાં પાછી પાની નથી કરી તેનો મને ગર્વ છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબના રૂપમાં આપણને એક સંત,એક મહાત્મા, એક સાઘુપુરષ મળ્યા છે તે આપણા સૌનું સદભાગ્ય છે. નવસારીની જનતા જંગી બહુમત કરી કમળનું ફુલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્હી મોકલશે.

English summary
JP Nadda took AAP and Rahul Gandhi with open arms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X