જૂનાગઢમાં ભવનાથ મેળાની થઇ વિધિવત શરૂઆત

Written By:
Subscribe to Oneindia News

મહાશિવરાત્રી આવી રહી છે. ત્યારે મહાશિવરાત્રીના પાવન અવસર પર જૂનાગઢના ભવનાથ મંદિરમાં યોજવામાં આવતા મેળાનું આગવું મહત્વ હોય છે. મહા શિવરાત્રી દરમિયાન ગિરનારની તળેટી ખાતે ભવનાથ મંદિરમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. અને આજ પરંપરા અંતર્ગત આ વર્ષે પણ અખાડા પરિષદ ના અધ્યક્ષ હરિગીર મહારાજ, મહા મંડલેશ્વર ભરતીબાપુ ધારાસભ્ય ભીખાભાઇ જોષી,જૂનાગઢ કલેકટર ર્ડો. રાહુલ ગુપ્તા, SP નિલેશ જાજડીયા ની હાજરીમાં ભવનાથના મેળાનું ધ્વજા ચડાવીને વિધિવત શરૂઆત કરી હતી. નોંધનીય છે કે કુંભના મેળા પછી ગુજરાતમાં ભવનાથનો આ મેળો ખાસ મહત્વ ધરાવે છે. અને શિવરાત્રીમાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. 

bhavnath temple

નોંધનીય છે કે આ મેળો 9 ફેબ્રુઆરી એટલે કે આજથી લઇને 13 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી શરૂ ચાલશે. ગિરનાર પર્વતની ગોદમાં આ મેળા અંતર્ગત ભજન, ભોજન અને ભક્તિની મહિમા ચારે બાજુ જોવા મળશે. સાથે જ બમ બમ ભોલે અને જય ગિરનારી ના નાદ સાથે દેશ વિદેશથી સાધુ સંતોનું આગમન પણ હાલ થવા લાગ્યું છે. વળી નાગા સાધુઓ આ મેળામાં ખાસ અકર્ષણનું કેન્દ્ર રહે છે. તમામ અખાડાના નાગા સંન્યાસીની ધુણા અને ચીલામ પરંપરા છે, આ મેળાનું અનોખું આકર્ષણ જમાવે છે. વળી દર વર્ષની જેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આ મેળાના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. જે માટે તંત્ર દ્વારા પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

English summary
Junagadh : Famous Shivratri fair in Bhavnath begin today. Read more on this here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.