જુનાગઢ: લીલી પરિક્રમા 31 ઓક્ટોબરથી શરૂ, તૈયારી પુર્ણ
ગિરનાર લીલી પરિક્રમા 30 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. મંડળો અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ.આ અંગે વધુ વાંચો અહીં..
જુનાગઢમાં આવેલા ગિરનારની લીલી પરિક્રમા તા 31 ઓક્ટોબરના રોજ શરૂ થવાની છે, ત્યારે તંત્ર દ્વારા આ માટે પુરી તૈયારી કરવામાં આવી રહી છે. આ પરિક્રમા માટે રાજ્યભરમાંથી અનેક લોકો આવે છે. આ પરિક્રમા પુરા 36 કિલોમીટર લાંબી હોય છે, જેમાં ગીરના જંગલોમાંથી થઈને ફરી તળેટીએ લોકો પાછા આવે છે. આ સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોને પરિક્રમમાં સરળતા રહે તે માટે ઉતારા મંડળો આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. ગીરના જંગલમાં થતી આ પરિક્રમામાં કોઈ પણ યાત્રીને હિંસક પ્રાણી નુકસાન ન પહોંચાડે તે માટે ફોરેસ્ટની 8 ટીમો તમામ ગતિવિધિ પર નજર રાખશે. આ ઉપરાંત ગત વર્ષે જંગલ મોટા પ્રમાણમાં થયેલા પ્લાસ્ટિક કચરાની અનેક ફરિયાદો કલેક્ટરને મળી હતી આથી આ વખતે પ્લાસ્ટિકની ફરિયાદને નિવારવા માટે પરિક્રમામાં સાથે પ્લાસ્ટિકની થેલીઓ રાખવાની પણ મનાઇ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
