અમદાવાદની હોટેલમાં ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

નકલી નોટ વટાવતો ડોક્ટર ઝબ્બે

નકલી નોટ વટાવતો ડોક્ટર ઝબ્બે

વલસાડમાંથી ફૈઝલ નામના એક શખ્શની પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી મોટી સખ્યામાં નકલી નોટોનો જથ્થો પોલીસે કબ્જે લીધો છે. આ કહેવાતા ડોક્ટરે પશ્ચિમ બંગાળથી લઇને ગુજરાત સુધી નકલી નોટો ઘુસાડી છે.

રિવરફ્રંટે સહેલાણીઓ ઊમટી પડ્યા

રિવરફ્રંટે સહેલાણીઓ ઊમટી પડ્યા

સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા રિવરફ્રંટ ખાતે સાંજના સમયે લોકોની ભારે ભીડ જોવા મળે છે. આખા દિવસની ગરમીથી કંટાળ્યા બાદ લોકો અંહી ઠંડકમાં બેસવા માટે આવે છે.

અમદાવાદની હોટેલમાં ચાલતો હતો દેહ વ્યાપાર

અમદાવાદની હોટેલમાં ચાલતો હતો દેહ વ્યાપાર

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વાઇબ્રન્ટ પેલેસ નામની હોટલમાં ગઇકાલે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમણે અહીં ચાલતા સેક્સ રેકેટને છતું કર્યું હતું. આ દરોડામાં પોલીસે એક અમેરિકન યુવતીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ હજી પણ દલાલની શોધખોળ કરી રહી છે.

દૂધમાં ભાવ વધારો

દૂધમાં ભાવ વધારો

દૂધમાં ભાવ વધારાને કોંગ્રેસી નેતા શંકર સિંહ વાઘેલાએ આવકારતા જણાવ્યું છે કે આનાથી ખેડૂતોને લાભ થશે. નોંધનીય છે કે અમૂલ ડેરી પર કોંગ્રેસનું શાસન છે.

ટૂંક સમયમાં વરસાદી હેલી થશે

ટૂંક સમયમાં વરસાદી હેલી થશે

સોમવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો, અને ઠંડા પવનના કારણે ગરમીમાં નજીવો ઘટાડો થવાથી લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો. ચાર જૂન સુધી વરસાદી હેલી થવાની શક્યતા. 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ.

પોલીસ ઉપર પથ્થરમારો

પોલીસ ઉપર પથ્થરમારો

સચીન-બુડિયા ગામમાં પોલીસ ઉપર પથ્થરમારાનો મામલો. 100થી વધુ આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. 40થી વધુ મહિલાઓને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલાઈ હતી.

ભાજપના 4 સભ્યોએ કોંગ્રેસને મત આપ્યો

ભાજપના 4 સભ્યોએ કોંગ્રેસને મત આપ્યો

અમરેલીના બગસરામાં નગરપાલિકા પ્રમુખની ચૂંટણી. ભાજપના 4 સભ્યોએ કોંગ્રેસને મત આપ્યો. ભાજપના સભ્યોએ પક્ષ વિરુદ્ધ મત આપતા ખળભળાટ પક્ષમાં ખળભળાટ મચી ગયો હતો.

મેટ્રો રેલ કૌભાંડ

મેટ્રો રેલ કૌભાંડ

મેટ્રો રેલ કૌભાંડ મામલે આરોપીના શર્માના આગોતરા જામીન અરજી. કપિલ શર્માની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા. ખાસ અદાલત આજે આપશે ચુકાદો.

ત્રણ કિલો સોનું ઝડપાયું

ત્રણ કિલો સોનું ઝડપાયું

એરપોર્ટ પરથી રૂ. 81 લાખનું ત્રણ કિલો સોનું ઝડપાયું. કસ્ટમે સોના સાથે એક વ્યક્તિની કરી ધરપકડ. દુબઈથી અમદાવાદ આવતા પ્રવાસી પાસેથી ઝડપાયું સોનું. વધુ તપાસ શરૂ.

જગન્નાથની જળયાત્રા નીકળી

જગન્નાથની જળયાત્રા નીકળી

ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી. સાંજે સાડા ચાર કલાકે ભગવાન મોસાળ સરસપુર જવા માટે રવાના થયા. એક હજાર લોકો ભગવાનના મોસાળેથી આવ્યા. ભગવાન દોઢ મહિના સુધી મોસાળમાં રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X