ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણથી થઇ શરૂઆત

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આખરે અમદાવાદમાં વરસાદનું આગમન

આખરે અમદાવાદમાં વરસાદનું આગમન

છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદીઓને હાથતાળીઓ આપતો મેહલીયો આજે અમદાવાદ પર વરસી પડ્યો હતો. વીજળીના કડાકા સાથે ઠેરઠેર વરસાદી હેલી જોવા મળી હતી. બેથી ત્રણ દિવસ સુધી જોરદાર વરસાદ વરસવાની આગાહી.

દસ વર્ષ જૂના સફારી પ્રોજેક્ટની ફરી શરૂઆત

દસ વર્ષ જૂના સફારી પ્રોજેક્ટની ફરી શરૂઆત

દસ વર્ષ જૂના સફારી પ્રોજેક્ટની ફરી શરૂઆત. સરકાર દ્વારા દસ વર્ષ પહેલા સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ખોરંભે ચડેલા આ પ્રોજેક્ટને ફરી શરૂ કરવામાં આવ્યો છે.

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

સુરત શહેર સહિત આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ. ભારે પવનના કારણે 30થી વધુ વૃક્ષો ધરાશાયી.

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદ

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદ

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદ, માળિયા હાટિનાનો ભાખરવડ ડેમ અઢી ફૂટે ઓવરફ્લો. નીચાણવાળા પાંચ ગામોને એલર્ટ કરાયા.

રાજકોટ શહેર-જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ

રાજકોટ શહેર-જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ

રાજકોટ શહેર-જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ, ગોંડલનો છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો. અમરેલીમાં 73 મીમી, પોરબંદરમાં 70 મીમી વરસાદ.રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ઊનામાં બે ઈંચ વરસાદ ખાબક્યો.

દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો

દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો

રાણપર ગામે દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો,દીપડાના હુમલાથી મહિલાનું ઘટનાસ્થળે જ મોત,સમગ્ર પંથકમાં ભયનો માહોલ,દ્વારકાના ભાણવડની ઘટના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X