વાવાઝોડાની આગાહીને પગલે કચ્છ, મુદ્રા અને વેરાવળ બંદરે લગાવાયું એક નંબરનું સિગ્નલ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથના વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. તેમજ અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી કરી છે. દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા માછીમારોને હવામાનમાં જોખમ જણાય તો નજીકના બંદરો પર બોટો લાંગરી દેવા સૂચના આપવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના આપવામાં આવી છે. જયારે કચ્છના મુન્દ્રા બંદર પર એર નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને સી-કરંટના કારણે GMBના આદેશથી એક નંબર સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રનાં અંદરના વાતાવરણમાં છેલ્લા ચારેક દિવસથી પલટો આવ્યો છે જેના કારણે ઠંડા પવન ફુંકાઇ રહ્યો હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ઠુંઠવાઇ રહ્યા હોવાની સાથે ભારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમ્યાન આજે રાજયના ડીઝાસ્ટર મેનેજમેન્ટના સંદેશા મુજબ બપોરે ચારેક વાગ્યે વેરાવળ બંદર પર ભયસૂચક 1 નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.

cyclone

હાલ દરિયામાં માછીમારીની સીઝન અંતિમ તબકકામાં છે અને અરબી સમુદ્રના વાતાવરણમાં આવેલ પલટાની અસર માછીમારીને થઇ રહી છે. જયારે બંદર પર સિગ્નલ ચડાવ્યા બાદ સ્થાનિક ફીશરીઝ કચેરીના અધિકારીઓ દ્વારા માછીમારોને હવે દરિયામાં ન જવાની સલાહ આપતો સંદેશો બોટ એસોસિયેશનના હોદેદારોને આપ્યો હતો. સાથે હાલમાં જે બોટો દરિયામાં માછીમારી કરી રહી હોય તેને વાતાવરણ અનુકુળ ન લાગે તો નજીકના બંદરે લાંગરી જઇ સુરક્ષિત રહેવા પણ વાયરલેસ સંદેશો પાઠવવા બોટ એસોસિયેશનને સૂચના આપવામાં આપી હોવાનું ફીશરીઝ અધિકારી સાયાણીએ જણાવ્યું હતું. બોટ એસોસિયેશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવ્યું હતું કે હાલ દરીયામાં વેરાવળની 60 ટકા જેટલી બોટો ફીશીગ કરી રહી છે માછીમારી કરી શકાય તેવુ વાતાવરણ છે પરંતુ આગામી એકાદ દિવસમાં વાતાવરણ બગડશે તો સુરક્ષિત સાથે એલર્ટ રહેવા જણાવવામાં આવેલ હોવાનું વાતચીતમાં જણાવેલ છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા પોરબંદરના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.તિરૂવનંથપુરમથી સાઉથ વેસ્ટમાં 390 કી.મી. અને માલદીવથી નોર્થેસ્ટમાં 290 કી.મી. દુર હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં સર્જાયું છે તેમ જણાવીને પોરબંદરના બંદર વિભાગને હવામાન વિભાગ દ્વારા મળેલી ચેતવણી અનુસંધાને પોરબંદર બંદર ઉપર લોકલ એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. નોંધનીય છે કે એક નંબરના સિગ્નલનો અર્થ એવો થાય છે કે, હવા તોફાની અથવા સપાટીવાળી છે, વાવાઝોડું આવશે કે નહીં તે નકકી નથી તેની ચેતવણી આપતી આ નિશાની છે.

English summary
Kachchh, Mundra and Veraval port imposed a number signal after the storm forecast.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.