For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cabinet Reshuffle: કડવા અને લેઉવા પટેલના મંત્રીને કેબિનેટમાં જગ્યા મળી, વિધાનસભા ચૂંટણી પર નજર

Cabinet Reshuffle: કડવા અને લેઉવા પટેલના મંત્રીને કેબિનેટમાં જગ્યા મળી, વિધાનસભા ચૂંટણી પર નજર

|
Google Oneindia Gujarati News

મોદી સરકારની કેબિનેટનું પહેલું વિસ્તરણ આજે બુધવારે સાંજે 6 વાગ્યે થવું નક્કી છે. પીએમ મોદીના નેતૃત્વમાં બીજા કાર્યકાળમાં થનાર આ સૌથી મોટું વિસ્તરણ છે. કેબિનેટ વિસ્તરણમાં જે રાજ્યોમાં 2022માં વિધાનસભા ચૂંટણી થનાર છે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કડીમાં યુપી પર ખાસ નજર છે, જે બાદ ગુજરાતને પણ ખાસ્સું મહત્વ આપવામાં આવ્યું છે.

Recommended Video

મોદી મંત્રીમંડળમાં આજે 43 સાંસદો લેશે મંત્રીપદના શપથ લેશે
ગુજરાતના પાંચ ચહેરાઓને જગ્યા મળી

ગુજરાતના પાંચ ચહેરાઓને જગ્યા મળી

ગુજરાતના જે પાંચ ચહેરાઓને મોદી કેબિનેટમાં જગ્યા મળવાની વાત કહેવાઈ રહી છે તેમાં મનસુખ માંડવિયા જેઓ મોદી સરકારમાં તત્કાલિન મંત્રી છે, તેમના ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા પણ કેબિનેટમાં સામેલ થઈ શકે છે. જ્યારે રાજ્યમંત્રી તરીકે દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણના નામ પણ સામેલ છે.

વિધાનસભા ચૂંટણી 2022 પર નજર

વિધાનસભા ચૂંટણી 2022 પર નજર

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણને પીએમ મોદીનું એક માસ્ટર સોશિયલ એન્જીનિયરિંગ કહેવાઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અત્યારથી જ વિધાનસભા 2022ની તૈયારીમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રના પાટીદાર બહુમતી વાળા વિસ્તારોમાં પાટીદારોના હકની વાત કરી પોતાની રાજનીતિને ચમકાવવામાં લાગી છે.

પાટીદારોનો ભરોસો જીતવાની કોશિશ

પાટીદારોનો ભરોસો જીતવાની કોશિશ

એવામાં મોદી સરકાર દ્વારા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અને દક્ષિણ ગુજરાતને નેતૃત્વ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પણ પાટીદારને મંત્રીમંડળમા સામેલ કરવામાં આવ્યા છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે, જ્યારે મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર છે. એટલે કે વડાપ્રધાને પોતાના મંત્રીમંડળમાં કડવા અને લેઉવા બંને પાટીદારને સામેલ કરી પાટીદાર મતદારોનો ભરોસો જીતવાની કોશિશ કરી છે.

English summary
Kadva and leva patel included in modi cabinet, focus on gujarat assembly election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X