For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કહેર વચ્ચે કલ્યાણપુરમાં માસ્ક અને સેનેટાઈઝરની અછત, પણ ચિંતા કરવાની જરૂર નથી

કોરોનાના કહેર વચ્ચે કલ્યાણપુરમાં માસ્ક અને સેનેટાઈઝરની અછત, પણ ચિંતા કરવાની જરૂર નથી

|
Google Oneindia Gujarati News

કલ્યાણપુરઃ વિશ્વભરમાં Coronavirusએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોનાવાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 400ને પાર પહોંચી ગઈ છે જ્યારે ગુજરાતમાં આ આંકડો 33ને પાર પહોંચી ગયો છે. ત્યારે નાગરિકોએ જ ખુદને સુરક્ષિ કરી દેશને સુરક્ષિત કરવાનો છે. આ બધાની વચ્ચે કલ્યાણપુરના મેડિકલ સ્ટોર્સમાં માસ્ક કે સેનિટાઈરની ખપત જોવા મળી રહી છે. જ્યારે મેડિકલે કેમિસ્ટને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી માસ્ક કે સેનિટાઈઝર આવી શકે તેમ નથી.

kalyanpur

જણાવી દઈએ કે પોલીસકર્મીઓને પણ પુરતા પ્રમાણમાં હજી માસ્ક મળી શક્યાં નથી. આ મામલે જ્યારે કલ્યાણપુર સ્ટેશનના પોલીસ અધિકારી લક્ષમણભાઈને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, 'અમને ડિપાર્ટમેન્ટ તરફથી માસ્ક તો આપવામાં આવ્યાં છે પરંતુ ઓછી માત્રામાં છે અને આગામી સમયમાં બીજા માસ્ક અમને ઉપલબ્ધ કરાવાશે.'

આ મામલે જ્યારે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીણાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'અત્યારે બધુ બંધ હોવાથી માસ્ક પહોંચાડવા થોડું અઘરું છે, લોકોને માસ્ક ના મળે તો રૂમાલ પણ મોઢે બાંધીને ખુદને સુરક્ષિત રાખી શકે છે અને સેનેટાઈઝર ના હોય તો પણ સાબુથી કામ ચલાવી શકાય.'

ત્યારે જો તમને પણ માસ્ક કે સેનેટાઈઝર ના મળ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પહેલા જ જણાવ્યું છે, સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી. કોરોનાવાઈરસના લક્ષણ ધરાવતા કોઈ વ્યક્તિની સારવાર કરતા વ્યક્તિ કે તેના સંપર્કમાં આવતા હોય તેવા વ્યક્તિઓએ, દર્દીઓએ અને ઉધરસ-શરદી જેવા લક્ષણો દેખાય તેવા વ્યક્તિઓએ જ માસ્ક પહેરવું જરૂરી છે. ત્યારે જો તમે સ્વચ્છ છો તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. લોકોએ ખુદ સચેત રહેવું અને કોરોનાઈવરસ સંબંધી કોઈ લક્ષણ દેખાય તો ખુદને હોમ ક્વોરેન્ટાઈન કરી લેવો અને રાજ્ય સરકારે જાહેર કરેલ હેલ્પલાઈન નંબર 104 પર જાણ કરવી.

કોરોનાવાઈરસ જીવલેણ છે, માત્ર એવા વ્યક્તિઓ માટે જેઓ ખુદ સચેત નથી, આંકડાઓ પર જોઈએ તો મૃતકો કરતા રિકવર થયેલા વ્યક્તિઓની સંખ્યા વધુ છે. માટે તમારે પણ ચિંતા કરવાની જરૂર નથી અને તમે ખુદ સ્વચ્છ રહેશો અને બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળો તો તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે.

coronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદcoronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદ

English summary
kalyanpur medicals dont have mask or sensitizor, no need to worry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X