For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ આવતીકાલે બાપુનગરમાં સભા સંબોધશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 માર્ચ: ઓક્ટોબર 2012માં આમ આદમી પાર્ટીની એક રાજકીય પક્ષ તરીકે રચના થયા બાદ અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં આ પ્રથમ જનસભા છે. જેને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતના આપ કાર્યકરો રાત-દિવસ એક કરી રહ્યાં છે.

આ જનસભા શનિવાર 8 માર્ચના રોજ બપોરે 4 વાગે બાપુનગરના વિજયચોક ખાતે યોજાશે. ચુંટણી કમિશ્નર અને સ્થાનિક પ્રશાસનની મંજુરી મળશે તો આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે પણ અરવિંદ કેજરીવાલના એક રોડ શો નો કાર્યક્રમ ઘડી નાખ્યો છે આ રોડ શો આમ આદમી પાર્ટીના આયોજન નગર પાલડી ખાતેના કાર્યાલયથી શરૂ થઇ અંજલી ચાર રસ્તા,પાલડી ચાર રસ્તા,જમાલપુર બ્રીજ,ગુલાબી ચાર રસ્તા,એલ.જી ચોકી, નાગરવેલહનુમાન, માલિકસબાન સ્ટેડીયમ રોડ જેવા સ્થળોએથી પસાર થઇ બપુનાગર ખાતેના સભા સ્થળે પહોંચશે.

અરવિંદ કેજરીવાલ તથા પાર્ટીના અન્ય નેતાઓને તેમના ચાર દિવસની ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદે નરેન્દ્ર મોદીના ગુજરાતના વિકાસની પોલ ઉઘાડી કરી દિધી હોવાનો દાવો કર્યો છે. ગુજરાતનો વિકાસ માત્ર મઠી ભર ઉદ્યોગપતિઓનો જ છે આમ જનતા નો નહિ આમ આદમી પાર્ટી ધ્વારા તેનો પર્દાફાશ થતાં જ હતાશ થયેલા અને હચમચી ગયેલા ભાજપી નેતાઓએ અફવાઓ ફેલાવવાનું, ગેરમાર્ગે દોરવાનું અને ધાક-ધમકી આપવાનું શરુ કર્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

arvind-kejriwal-delhi-sarkar

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે અતિથીદેવો ભાવોનું જોર શોરથી ગણું ગાતા ગુજરાતના મુખ્યમંત્રીને લોકોની સમસ્યા લઈને નીકળેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને મળવાનો પણ સમય નથી.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ હવે એવી અફવા ફેલાવાનું શરુ કર્યું છે કે કેજરીવાલ ગુજરાત છોડી ગયા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કેજરીવાલ પોતાના બે મહિના પેહલા નિર્ધારિત થયેલા કાર્યક્રમ મુજબ રાજસ્થાન પત્રિકાના એક કાર્યક્રમમાં ભાગ લેવા થોડા કલાકો માટે તેવો જયપુર ગયા છે. આજે રાત્રે તેવો દિલ્હી જઈને ઇન્ડિયા ટુડેના કાર્યક્રમ માં ભાગ લેશે અને વહેલી સવારે અમદાવાદ પરત ફરશે આખો દિવસ અમદાવાદમાં હશે અને નક્કી થયેલા સમયે જનસભા પણ સંબોધશે તથા આગામી ચૂંટણીમાં ભાજપને આનો સખત જવાબ મળશે એ નક્કી છે.

English summary
The Aam Aadmi Party (AAP) national convenor Arvind Kejriwal will address a massive public meeting in Ahmedabad on Saturday, March 8.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X