કોડીનાર પોલીસે દીવમાંથી ઘુસાડાતી વિદેશી દારૂની 2268 બોટલ ઝડપ્યો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પીપળી રોડ પરથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પકડી પાડ્યો છે. કોડીનાર પોલિસે ટાટા મેજીક ગાડીમાંથી દારૂની કુલ 2268 બોટલ જપ્ત કરી છે. પોલિસે આરોપી બુટલેગર હનીફ નથુભાઇ શેખની ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાંકબોરીથી હોળી મારફતે દારૂનો જથ્થો કોડીનારના છારા બંદરે ઉતારતો હતો, ત્યારે પોલિસે દરોડો પાડી આરોપી બુટલેગરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી કુલ 5,95,60 નો પણ જપ્ત કર્યો છે.
આરોપીઓ પાસે ટાટા મેજિક ગાડી હતી અને તે સાથે કુલ 5, 95, 600નોમ મુદ્દા માલ પોલીસે ઝડપી લીધો હતો. દારૂની હેરફેર કરનાર રોણાજ ગામના હનીફ નથુભાઈ શેખ નામના બુટલેગરની પણ અટકાયત કરવામાં આવી છે. આ બુટલેગર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારાથી હોડી મારફતે દારૂનો જથ્થો કોડીનારના છારા બંદરે ુતારતો હતો. દર વખતે તે આમ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી અને પોલીસને આ વખતે દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છેકે કોડીનારમાં સતત દારૂનો ધંધો ધમધમે છે. પોલીસ કોઈને ઝડપે કે રેડ પાડે ત્યારે બે દિવસ બધું શાંત રહે ત્યાર બાદ બુટલેગરો ફરીથી દારૂની હેરફેર કરવા લાગે છે. આ કારણોથી સ્થાનિકો પણ ત્રસ્ત થઈ ઉઠ્યા છે એક સ્થાનિકે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે પોલીસ બુટલેગરોને ઝડપે છે પરંતુ પોલીસ બેડામાંથી જ કેટલાક લોકો બુટલેગરોને છાવરે છે તેના કારણે જ દારૂનો ધંધો ધમધમે છે. નોંધનીય છેકે કોડીનાર પોલીસે જાન્યુઆરી મહિનામાં પણ કારનો પીછો પકડી પોણા બે લાખનો ૪૬૯ બોટલ વિદેશી દારૂ અને ૯૫ નંગ બીયરની બોટલનો જથ્થો ઝડપ્યો હતો . અને કોડીનાર બાયપાસ પાસેની બજરંગ હોટલ પાસેથી જીજે-૦૩-એબી- ૫૧૬૪ને ઝડપી લઈ કારચાલક જીજ્ઞેશ ઉર્ફે જીગો બાબુ ભાલીયાને ઝડપ્યો હતો.