કચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો
કચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો
કોરોનાવાયરસે તમામ ધંધા રોજગારને અસર કરી છે. કોઈક ધંધા મંદા ચાલે છે તો કેટલાક ધંધાઓ સંપૂર્ણ ખોરવાઈ ગયા છે. કોરોનાવાયરસને પગલે ફુલોનો વેપાર કરતા ધંધાર્થીઓને કોરોનાનો માર પડ્યો છે. જણાવી દઈએ કે લૉકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વગેરે મોંઘા થઈ જતાં ફુલના વેપારીઓને બેવડો માર પડ્યો છે, એક તો દૂર દૂરથી આવેતાં તેમના ફૂલ કચ્છ પહોંચવામાં મોડું થતાં ખરાબ થઈ જાય છે જ્યારે બીજી તરફ ભાડું પણ 10 ગણું ચૂકવવું પડે છે.

Recommended Video

લૉકડાઉનને કારણે કચ્છમાં ફુલોના ધંધાર્થીઓને 70% ટકા જેટલો ધંધો પડી ભાંગ્યો છે, લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરી દેવાયા બાદ ધંધા ફરી ખુલી ગયા છે છતાં હજી પણ ધંધો મંદો ચાલી રહ્યો છે. છેક મુંબઈથી ફુલો આવે છે જે પહોંચવામાં મોડું થાય તો એક દિવસ બાદ ખરાબ થઈ જાય છે, ત્યારે લૉકડાઉનને લીધે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
ફુલોના એક વેપારીએ વનઈન્ડિયા ગુજરાતીને જણાવ્યું કે, અત્યારે 30 ટકા જેટલો ધંધો જ બચ્યો છે. અત્યારે હવે થોડોઘણો ધંધો પાછો ચાલુ થઈ ગયો છે પરંતુ વચ્ચે તો બહુ ખરાબ હાલત હતી. મુંબઈથી જે ગલગોટાને આવતા તે હવે નથી લઈ શકતા કેમ કે પહેલાં જે વસ્તુ 30 રૂપિયામાં અહીં પહોંચી જતી હતી તેના અત્યાર 300 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે લૉકલ જે માલ આવે છે તેમાં 10 રૂપિયા ભાડું લાગતૂં હતું ત્યાં હવે 40-50 રૂપિયા ભાડું લાગે છે.












Click it and Unblock the Notifications
