‬કચ્છના લોરીયા પાસે ગોઝારો માર્ગ અકસ્માત, 9 ના મોત

Subscribe to Oneindia News

કચ્છના એક જ ગામ ના નવ યુવકો ખાવડા પાસે અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા. ‬કચ્છના લોરીયા પાસે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર-ધોરાજી પાસે આવેલા મોટા ગુંદાળા ગામ ના ૯ યુવકના કરૂણ મોત થયા છે. મરનાર તમામ યુવકો ભુજ ફરવા માટે ઇકો કારમાં ગયા હતા અને પરત આવી રહ્યા હતા ત્યારે સામે આવી રહેલી બસ ધડાકાભેર અથડાતા આ ગોઝારો અકસ્માત થયો હતો. આ બનાવની વિગત એવી છે કે ધોરાજી પાસે આવેલા મોટા ગુંદાળા ગામના અને લેઉવા પટેલ પરિવારોના 9 યુવકોના એક સાથે મોત થયા છે.બધા યુવકો સફેદ રણ તરફથી ફરીને ભુજ પરત આવી રહ્યા હતા ત્યારે ખાવડા નજીક ભુજ તરફથી આવી રહેલી બસ ઇકો કાર સાથે અથડાઈ હતી.

Accident

જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બધા જ યુવકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. અકસ્માત બાદ ખાવડા પોલીસ તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારનું પતરું ચીરી લાશો બહાર કાઢી હતી. મરનાર યુવકોના નામ આ મુજબ છે. 1.રાજ વલ્લભભાઈ સેનજલિયા ઉ 20, 2.જયદીપ વિઠલભાઈ બૂટાની ઉ 21, 3.પ્રશાંત રમણિકભાઈ કાછડીયા ઉ 20, 4.પિયુષ અશોકભાઈ ખોખર ઉ 20.ગૌરવ નથુભાઈ કોટડીયા , 6.મિલન કાનજીભાઈ કોટણીયા ,7.વિજય ધીરજભાઈ ડોબરીયા ,8.હાર્દિક રજનીકાંત બાંભરોલીયા અને 9.રવિ. જો કે એક જ ગામના 9 યુવાનોના મોત થતા આ નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું . આ બનાવની જાણ થતાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયા મોટા ગુંદાલા દોડી ગયા છે. આ બનાવ અંગે ખાવડા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

English summary
Kutch : Horrible accident, 9 people died of the same village. Read more detail on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.