For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ: ખેડૂત કિસાન ક્રેડિટ યોજના એટલે શું? જિલ્લા પશુપાલન અધિકારી હરેશ ઠક્કરે આપી માહિતી

સરકારનો કચ્છ જિલ્લાના 60 હજાર જેટલા ખેડૂતોને કિસાન ક્રેડિટ યોજના અંતર્ગત આરી લેવાની યોજના છે. આ પ્રસંગે જિલ્લા પશુપાલન અધિકારી હરેશ ઠક્કરે માહિતિ આપી હતી. આ યોજના હેઠળ પશુપાલકો માટે કિસાન ક્રેડિટ યોજના શરૂ કરવામાં આવી છે

|
Google Oneindia Gujarati News

સરકારનો કચ્છ જિલ્લાના 60 હજાર જેટલા ખેડૂતોને કિસાન ક્રેડિટ યોજના અંતર્ગત આરી લેવાની યોજના છે. આ પ્રસંગે જિલ્લા પશુપાલન અધિકારી હરેશ ઠક્કરે માહિતિ આપી હતી. આ યોજના હેઠળ પશુપાલકો માટે કિસાન ક્રેડિટ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી 2022 સુધી અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

Farmers

આવનારી 15 ફેબ્રુઆરી સુધી પશુધારકો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે. બહોળી સંખ્યામાં પશુધન ધરાવતા કચ્છ જિલ્લાના પશુધારકોને આ યોજનાથી સારું લાભ થવાની આશા છે. દેશમાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું લાભ આપવામાં આવી રહ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ થકી ખેડૂતોને ખેતી કરવા માટે નાણાકીય ધિરાણ આપવામાં આવે છે જેથી પાકની વાવની કરવા માટે ખેડૂતો પાસે પૈસાની અછત ન પડે.

ખેડૂતો માટેના કિસાન ક્રેડિટ કાર્ડની જેમ પાશુધારકો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડની યોજના ઘડાઈ છે. પોતાના પશુઓની દેખરેખ માટે પશુધારકો પણ હવે આ સરકારી યોજના અંતર્ગત ખૂબ ઓછા વ્યાજદર પર નાણાકીય ધિરાણ મળશે. પશુઓની સારવાર, તેમના ખોરાક તેમજ અન્ય ખર્ચ માટે આ ધિરણનું વપરાશ કરી શકાય. કિસાન ક્રેડિટ કાર્ડ ધારક પશુધારકોને એક દુધાળા પશુ દીઠ રૂ. 36 હજારનું ધિરાણ મળશે. જો કે પશુપાલક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ ધિરાણ પશુ ખરીદવા માટે નથી.

અહીથી કરી શકાશે અરજી

કચ્છમાં પશુધારકો કિસાન ક્રેડિટ કાર્ડ માટે આવનારી 15 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકશે. અરજી કરવા માટે પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો, પશુપાલન ખાતાની તમામ કચેરીઓ તેમજ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ નીચે આવતી દૂધ મંડળીઓ ખાતે અરજીપત્રક લેવાના રહેશે.

English summary
Kutch: What is Farmer Farmer Credit Scheme? Information given by District Animal Husbandry Officer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X